વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 8 ટ્રેનોને લીલી ઝંડી આપીને રવાના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોને જોડતી 8 ટ્રેનોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુશ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે ટ્રેનો રવાના કરવામાં આવી છે તે નીચે મુજબ છે.
- કેવડિયા-વારસણી મહાનામા એક્સપ્રેસ(વીકલી)
- દાદર કેવડિયા એક્સપ્રેસ(ડેઈલી)
- અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ(ડેઈલી)
- નીજામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ( બાઈ વિકલી)
- કેવડિયા- રેવા એક્સુપ્રેસ(વીકલી)
- ચેન્નાઈ- કેવડિયા એક્સપ્રેસ (વિકલી)
- પ્રતાપનગર- કેવડિયા મેમુ ટ્રેન(ડેઈલી)
- કેવડિયા-પ્રતાપનગર મેમુ ટ્રેન(ડેઈલી)
કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના જણાવ્યાનુસાર, અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટા-ટોમ ટુરિસ્ટ કોચની સુવિદ્યા આપવામાં આવી છે. જેથી, પ્રવાસીઓ પેનારમિક સ્કાઈવ્યૂનો લ્હાવો લઈ શકે.
મહત્વનું છેકે, કેવડિયા રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલ્વે સ્ટેશન બન્યું છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ સાધવાના હેસુતર આ પ્રકારના પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલ
5 Comments