GovernmentNEWSUpdates

ગુજરાતનો પ્રથમ રોડ, ત્રિમંદિરથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રોડનું લોકાર્પણ

૨૧.૬૭ કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ પણ ઉત્તરાયણના દિવસે, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કર્યું હતું. આ રોડની લંબાઈ 2 કિ.મી. અને પહોળાઈ ૨૦.૨૫ મીટરની છે. અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રોડ ઉપર અડાલજ ખાતે એસ.જી.હાઇવે અંડર પાસથી ત્રિ-મંદિર પછી જમિયતપુરા હનુમાનજી મંદિર રેલ્વે અંડર પાસ સુધી ૧૦ માર્ગીય રસ્તાનું બાંધકામ કરાયું છે. આ રસ્તાની મધ્યમાં ૩ મી. પહોળું એમ.એસ.જાળી સાથેનું ડીવાઇડર પણ બનાવાયું છે. આ રસ્તા ઉપર રોડ સેફ્ટી તેમજ જરૂરીયાત મુજબ રોડ ફર્નીચર પણ કરાયું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close