GovernmentNEWS

વિવાદનો અંત:IIMએ લુઇસ કાહનનું સ્ટ્રક્ચર તોડવાનો નિર્ણય પડતો મૂક્યો, BOGના ચેરમેન, મેમ્બર્સે સ્ટેક હોલ્ડર્સને પત્ર લખી જાણ કરી

આઈઆઈએમે જૂના કેમ્પસમાં લુઇસ કાહન દ્વારા તૈયાર કરાયેલા ડોર્મને તોડવાના નિર્ણય બદલ્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, આર્કિટેક્ટ અને વિવિધ સંગઠનોનાં દબાણ અને રજૂઆતોને કારણે આઈઆઈએમની બોર્ડ ઓફ ગવર્નિંગ કાઉન્સિલે આ ડોર્મ ન તોડવાનો નિર્ણય કર્યો છે. સાથે ડોર્મ તોડવાના મુદ્દે રજૂઆત કરનારા તમામ સ્ટેક હોલ્ડરને પત્ર લખ્યો છે.

આઈઆઈએમે આર્કિટેક્ટ લુઇસ કાહન દ્વારા તૈયાર કરાયેલા ડોર્મને તોડવાના નિર્ણયથી જ વિરોધ શરૂ થયો હતો. ભારે વિરોધને કારણે આખરે બીઓજીની મીટિંગમાં આ નિર્ણય બદલ્યો છે. શનિવારે જાહેર કરાયેલા ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન અને બોર્ડ મેમ્બર દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, અમને મળેલા લોકોના પ્રતિભાવોથી અમે સંવેદનાત્મક છીએ. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી અમે આ નિર્ણય બદલીએ છીએ. આ પહેલા આઈઆઈએમના નિર્ણયથી આઈઆઈએમની ફેકલ્ટી સહિતના ઘણા લોકોએ ઓનલાઇન અને પિટિશન દ્વારા વિરોધ કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close