દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર માટે, વર્લ્ડ બેંક અને ભારત સરકાર વચ્ચે, 500 મિલિયન યુએસ ડોલરનો થયો કરાર
World Bank, GoI ink pact for USD 500-mn project to develop green, safe highway corridors
કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગે જણાવ્યું છેકે, દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર નિર્માંણ કરવા માટે વર્લ્ડ બેંક અને ભારત સરકાર વચ્ચે 500 મિલિયન યુએસ ડોલરના એમઓયુ સાઈન થયા છે. આ તમામ પ્રોજેક્ટ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં નિર્માંણ પામશે.
ભારત સરકારના નાણાં મંત્રાલયના આર્થિક બાબત વિભાગના એડિશન સેક્રેટરી સી. એસ. મહાપાત્રે જણાવ્યું છેકે, ભારત સરકાર દેશભરમાં ઈકોફ્રેન્ડલી અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્ નિર્માંણ કરવા કટિબદ્ધ છે. જેથી, આ પ્રોજેક્ટ કરાર ભારતમાં નિર્માંણ પામનાર હાઈવે પ્રોજેક્ટ માટે એક આગવી છાપ ઊભી કરશે.
આ પ્રોજેક્ટ ભારતીય રોડ અને ટ્રાન્સપોર્ટેશનના ગ્રીન તકનિક અને સમાલત પ્રોજેક્ટની ક્ષમતા વધારશે. તેમજ ગ્રીન નેશનલ હાઈવે કોરીડોર પ્રોજેક્ટમાં નિર્માંણ પામનાર 783 કિલોમીટર હાઈવે પ્રોજેક્ટમાં સ્થાનિક અને માર્ઝિનલ મટેરીયલ, ઈન્ડસ્ટ્રીયલ આડ પેદાશો સહિત અન્ય બાયોએન્જીનીયરીંગ પ્રોડક્ટ સહાયરુપ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments