મકાન ખરીદવું તથા પ્રોપર્ટી રોકાણ કરવું એ દરેક વ્યકિતની હાલની જરુરિયાત બની ગઈ છે. ત્યારે આવો જાણો પ્રોપર્ટી ખરીદતાં પહેલાં શું શું ધ્યાનમાં રાખવું હિતાવહક છે.
• શું આપ હોમ લોનના હપ્તા ભરી શકશો ?
આપ હોમ લોનના હપ્તાની રકમ, આપના ઘરની આવકના 40 ટકા હોવી જાઈએ. તેમજ આપના પર અન્ય કોઈ લોનનો બોજો ન હોવો જોઈએ. જો આપની લોનનો હપ્તો 50 ટકા કરતાં વધારે હશે તો, અન્ય વ્યવહારો કે ખર્ચમાં આપને તકલીફ પડી શકે છે.
• મકાન ખરીદતાં પહેલાં મકાનની કુલ કિંમત કેટલી થશે તે જાણી લો ?
મકાન ખરીદવા જતાં પહેલાં આપને મકાન કેટલામાં પડશે તે જાણી લેવું ખૂબ જ જરુરી છે. કારણ કે, જાહેરાતમાં આપેલી કિંમતો માત્ર ફ્લેટ કે મકાનની બેઝિક કિંમત હોય છે જેથી, અન્ય ખર્ચે જેવા કે, લીગલ ચાર્જ, સ્ટેમ્પ ડ્યૂડી અને રજિસ્ટ્રેશન ફી, મેન્ટેઈનન્સ ચાર્જ આપને ચુકવવા પડે છે. જેથી, મકાન ખરીદતાં પહેલાં કુલ મકાન કેટલામાં પડશે તે ડેવલપર્સ પાસેથી જાણી લેવું આપના માટે હિતાવહક છે.
• શું આપે ભાડાના મકાનની સામે મકાન ખરીદી વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ કર્યો ?
જ્યારે પ્રોપર્ટીની કિંમત ઊંચી હોય ત્યારે, પ્રોપર્ટી ભાડેથી લેવી સામાન્ય રીતે ફાયદાકારક પડે છે તેવું રીયલ એસ્ટેટ નિષ્ણાંતોનું માનવું છે. મકાનને રેન્ટ પર લેવું સારુ કે ખરીદવું સારુ તે અંગેની માહિતી મેળવી જોઈએ.
• પ્રોપર્ટીની કિંમત લોન વ્યાજ કરતાં વધારે ઝડપથી વધારો કરશે ખરો ?
સામાન્ય રીતે પ્રોપર્ટી કિંમતનો વધારો ધીમે થતો હોય છે. જેથી, જો લોન લઈને પ્રોપર્ટી ઈન્વેસ્ટેમેન્ટ કરતાં હોય તો ચોક્કસપણે વિચારવું જોઈએ.
• આપના અન્ય લક્ષ્યો મુલવતી રહી શકે છે ?
જો હોમ લોન હપ્તા મોટા હોય તો, આપના અન્ય લક્ષ્યો પર અસર પડી શકે છે. કદાચ અન્ય લક્ષ્યોને મુલતવી રાખવા પણ પડી શકે છે.
• જો આપની આવક બંધ થાય તો, કોઈ કારણોસર આપના બિઝનેસ અથવા નોકરીમાં સમસ્યા સર્જાઈ પરિણામે આપની આવક પર અસર થઈ તો શું કરશો ?
કારણ કે, તે દરમિયાન આપને આપના પરિવારને મૂળભૂત જરુરિયાતો પૂર્ણ કરવી પડશે તો સામે હોમ લોનની હપ્તા પણ ભરવા પડશે.
• શું આપ આપના મકાનના ભાડાની આવક મળશે ખરી ?
સામાન્ય રીતે પ્રોપર્ટી રોકાણકારો કેપિટલ ગેઈનનો લાભ લેવા પ્રોપર્ટી રોકાણ અથવા તો મકાનની ખરીદી કરતાં હોય છે. પરંતુ, 3-4 ટકા કરતાં વધારે ભાડાની આવકની અપેક્ષા રાખી શકાય નહીં.
• શું આપની પાસે જરુર સમયે કામમાં આવે તેવું પૂરંતુ ફંડ છે ?
સામાન્ય રીતે રીયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ લાંબાગાળા માટેનું હોય છે જેથી, જ્યારે પણ આપને રોકડની જરુર પડે ત્યારે આપ પ્રોપર્ટી તાત્કાલિક ધોરણે વેચાણ કરી શકો નહીં અને આપની જરુરિયાત પૂર્ણ કરી શકશો નહીં જેથી, આપની પાસે આકસ્મિક ફંડ હોવું જરુરી છે.
• જો આપ એક જ શહેરમાં 10થી 15 વર્ષ સુધી રહેવાના છો ?
આપને પ્રોપર્ટી રોકાણ ત્યારે જ ફાયદાકારક બને, જ્યારે આપ કોઈપણ શહેર કે સ્થળ પર અંદાજિત દસથી પંદર વર્ષ સતત રહેવાના હોય તો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments