આવનારા બે વર્ષમાં બનશે “ટોલ નાકા મુક્ત ભારત,” ટોલની રકમ કપાશે સીધા આપના ખાતામાંથી – નિતીન ગડકરી
"Toll naka mukt Bharat" in two - Nitin Gadakari
આવનારા બે વર્ષમાં દેશભરના તમામ રોડ-હાઈવે ટોલ નાકા મુક્ત બનશે. કારણ કે, કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગ દેશભરના તમામ ટોલનાકા પર Global Positioning System (GPS)- based toll collection system દ્વારા ટોલ લેવામાં આવશે. કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છેકે, ટોલ બેરિયર્સનું અસ્તિત્વ આવનારા સમયમાં નીકળી જશે. વાહનોની આવન-જાવનના આધાર પર ટોલની રકમ સીધી બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે.
રશિયા સરકારની મદદથી જીપીએસ સિસ્ટમને વિકસાવવામાં આવી છે. જેને કારણે આવનારા બે વર્ષમાં દેશભરના તમામ રોડ-હાઈવે ટોલ નાકાથી મુક્ત બનશે તેવું નિતીન ગડકરીએ ગુરુવારે એસોચામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક વર્ચ્યૂઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મેન્યૂફેક્ચરીંગ થનારા તમામ વાણિજ્ય વાહનોમાં વાહન ટ્રેકિંગ સિસ્ટમ છે. અને કેન્દ્ર સરકાર જૂના વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ લગાવવામાંનું મિકેનિઝમ લાવશે.
મહત્વનું છેકે, દેશભરના ટોલનાકા પર ટ્રાફિકજામ મોટાપાયે થાય છે. જેથી વાહનચાલકો અને અન્ય નાગરિકો પરેશાન થાય છે. આ સમસ્યાને દૂર કરવા, પ્રદૂષણમાં ઘટાડો કરવા અને ઈંધણનો બચાવ કરવાના ઉમદા હેતુસર કેન્દ્ર સરકારે આ સર્જનાત્મક વિચાર અમલ મૂક્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments