InfrastructureNEWS

જુઓ એક્સક્લૂઝિવ- રાજ્યનો સૌથી લાંબો, ગોતા- થલતેજ સર્કલ ફ્લાય ઓવરબ્રીજનાં અવકાશી દશ્યો

Gota-Thaltej Circle flyover bridge at S.G. Highway in Ahmedabad

અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈવે પર, 278 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર 4.18 કિલોમીટરની લંબાઈ અને 27 મીટરની પહોળાઈ ધરાવતો ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ ગોતા-થલતેજ સર્કલનું નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. નિર્માંણકર્તા અજય એન્જી. ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિ. ના અધિકારીઓના જણાવ્યાનુસાર, આ બ્રીજનું નિર્માંણકાર્ય આવનારા છ મહિનામાં પૂર્ણ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

આ બ્રીજની બંને બાજુ સર્વિસ રોડની લંબાઈ કુલ 4.08 કિલોમીટર છે જ્યારે તેની પહોળાઈ 7 મીટર છે. આ હાઈ ક્વૉલીટીના ડામર દ્વારા નિર્માંણ કરવામાં આવશે. તેમજ બ્રીજ પર કુલ છ સ્લીપ રોડ નિર્માંણ કરવામાં આવશે. દરેક સ્લીપ રોડની લંબાઈ પોણો કિલોમીટર અને તેની પહોળાઈ 7 મીટર રહેશે.

મહત્વનું છેકે, ગુજરાતની ટ્વીન સીટી અમદાવાદ અને ગાંધીનગરને જોડતો તમામ વ્યવસાય માટે અત્યંત મહત્વનો એસ.જી હાઈવેને મોડલ રોડ નિર્માંણ કરવા, ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે, ભારત સરકાર સહયોગથી 867 કરોડ રુપિયાના ખર્ચે કુલ 7 ફ્લાય ઓવરબ્રીજ નિર્માંણ પામી રહ્યા છે જેમાં 278 કરોડનો ગોતાથી થલતેજ સર્કલ સુધી ફ્લાય ઓવરબ્રીજનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close