વડાપ્રધાન મોદીએ, કચ્છમાં રિન્યૂઅબલ એનર્જી પાર્કનો અને માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યૂઅબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભારણા યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો.
ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસ રાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે.
આજે કચ્છે ન્યુ એજ ટેક્નોલોજી અને ન્યુ એજ ઈકોનોમી એમ બંને દિશામાં બહુ મોટા પગલાં ભર્યા છે. જેવડો મોટો સિંગાપુર દેશ છે, બહેરિન દેશ છે એટલા વિસ્તારમાં કચ્છનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક થવાનો છે. આજે કચ્છની શાન ખૂબ જ ઝડપથી વધી રહી છે, આજે કચ્છ દેશના ઝડપથી વિકસિત થતાં ક્ષેત્રમાંથી એક અગત્યનું ક્ષેત્ર બની ગયું છે આજે કચ્છમાં પણ નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, આપણી પાસે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિએન્યુએબલ પાર્ક છે.
આ પ્રોજેક્ટ ખેડૂતો અને ઉદ્યોગ એમ બંનેને ફાયદો કરાવશે અને પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થશે. રિન્યુએબલ એનર્જી પાર્કમાં જે વીજળી ઉત્પન્ન થશે તેનાથી પ્રતિ વર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશન રોકવામાં મદદ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – દિવ્ય ભાસ્કર
14 Comments