
ડિસેમ્બર મહિના ચાલી રહ્યો છે, અને ગુજરાતના બે મોટા અને જાણીતા પ્રોપર્ટી શો 1- ક્રેડાઈ ગુજરાતનો અને 2- નારેડકો ગુજરાતના આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર જંત્રીનું ભૂત ધૂણવાની શરુઆત થઈ ગઈ છે. હાલ માંડ રિયલ એસ્ટેટ માર્કેટ ટ્રેક ઓન થયું છે, અને સુધારેલી જંત્રીનો અમલ જાન્યુઆરીમાં થશે તેવી અટકળો શરુ થઈ ગઈ છે, તેથી તેની અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર ફરી એકવાર થશે. એક સમાચારપત્રમાં પ્રસારિત થયેલા સમાચારમાં કહ્યું છે કે, જાન્યુઆરીથી સુધારેલા જંત્રીના નવા દરો લાગુ થવાની શક્યતા છે. એટલે કે, જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર સુધારેલા જંત્રીના દરો અમલમાં મૂકે તેવી સંભાવના સેવાઈ રહી છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાંથી કેટલાક સનદી અધિકારીઓને ગુજરાત સરકારમાં ફરી એન્ટ્રી કરી રહ્યા છે.તેમાં કેટલાક અધિકારીઓએ આજથી 11 વર્ષ પહેલા જંત્રીનું મુખ્ય માળખાની રચના કરી હતી. ત્યારે તેવા જ અધિકારી કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકાર પરત ફરી રહ્યા છે તો, રાજ્ય સરકાર આ વખતે, જંત્રીના દરોનું કોકડું ઉકેલે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

રાજ્યભરમાં વ્યાપક વિરોધને કારણે સુધારેલા જંત્રી દરો એક વર્ષ કરતાં વધુ સમય પછી જાન્યુઆરીમાં લાગુ થવાની સંભાવના છે. પરંતુ, અહીં એક સવાલ થાય છે કે, શું સરકાર જાન્યુઆરીમાં અમલ કરશે કે પછી વિધાનસભા ચૂંટણી પછી ?
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



