નવા પાર્લામેન્ટના નિર્માંણ અંગેની દેખરેખ માટે, ભારત સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી.
5 member Committee to Oversee Construction of New Parliament Building
નવા સંસદભવનના નિર્માંણ અને તેના પરિસરમાં આવેલા હેરિટેજની દેખરેખ રાખવા માટે ભારત સરકારે પાંચ સભ્યોવાળી એક કમિટીની રચના કરી છે. આ કમિટીની રચના લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના વડપણ હેઠળ કરવામાં આવી છે. આ કમિટીમાં લોકસભા સેક્રેટેરીયલ, સીપીડી અને હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટરીમાંથી ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે અને અન્ય બે સભ્યમાં એચસીપી ડીઝાઈન કન્સલ્ટન્ટસીનો સભ્ય અને બીજો સભ્ય ટાટા પ્રોજેક્ટ લિમિટેડનો રહેશે. કમિટીના સભ્યો સમક્ષ કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન વિભાગના અધિકારીઓએ નવા પાર્લામેન્ટ અંગે ડીઝાઈન, કંસ્ટ્રક્શન વર્ક, વૃક્ષારોપણ અંગે અને નિર્માંણ દરમિયાન સંસદભવનની કાર્યવાહી ક્યાં શિફ્ટ કરવી જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મહત્વનું છેકે, આ કમિટી લોકસભા સેક્રેટેરીયલ અને પ્રાઈવેટ સેક્ટર વચ્ચે એક સેતુની જેમ કામ કરશે. તેમજ નવા સંસદભવનનું નિર્માંણકાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગેની તકેદારી સાથે નિર્માંણકાર્યની ગુણવત્તા પર ધ્યાન આપશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments