રીયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની નાઈટ ફ્રેકે તાજેતરમાં એશિયા-પ્રેસિફિક રીયલ એસ્ટેટ આઉટલૂટ-2021 “નેવિગેટિંગ ધ પોસ્ટ પેન્ડામિક રીકવરી” નામનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલના જણાવ્યાનુસાર, નાણાંકીય વર્ષ 2021માં કોમર્શિયલ સેગમેન્ટ હકારાત્મક અને મજબૂત રહેશે. તો, એશિયા-પેસિફિક પ્રાઈમ ઓફિટ રેટ 3 ટકાથી 0 ટકાની વચ્ચે રહેવાની સંભવાના દર્શાવવી છે.
ઈ-કોર્મસથી મળ્યો સહકાર
માર્કેટમાં વેરહાઉસિંગની માંગ આ વર્ષે અપેક્ષા કરતાં સ્થિતિસ્થાપક રહી છે. તો, નાણાંકીય વર્ષ 2017થી 2020 દરમિયાન વાર્ષિક ગ્રોર્થ રેટ 44 ટકા રહ્યો છે. જે વર્ષે 11 ટકાનો સુધારો જોવા મળ્યો છે. કોરોના મહામારી છતાં, ભારતમાં વેરહાઉસિંગ સેક્ટરમાં ઈ કોમર્સમાં વધતી માંગને કારણે, તુલાનાત્મક રીતે માર્કેટમાં નકારાત્મક અસર પડવાની સંભાવના રહેતી નથી.
ઈ-કોર્મસની માંગની વૃદ્ધિને સાથે ભારતનો ઓનલાઈન રીટેલ ગ્રોથ 2020માં વર્ષ આધારિત 13 ટકા રહેવાનું અનુમાન છે. ઓક્ટોબરમાં મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુમાં વેરહાઉસિંગ માટે ઈન્ડસ્ટ્રીયલ રેટ એક સમાન રહ્યા છે અને વર્ષ 2021માં પણ એક સમાન રહેવાનો આશાવાદ છે.
માંગ મજબૂત રહેવાનો આશાવાદ
નાઈટ ફ્રેકના અહેવાલ મુજબ, 2021માં બેગ્લુરુમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં હકારાત્મક વલણ જોવા મળી શકે છે. જોકે, મુંબઈ અને એનસીઆર નોઈડામાં માર્કેટમાં સુધારો થવાની સંભાવના ખૂબ જ નહિવત્ છે. જે પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ-જૂન -2020ની વચ્ચે કોઈ જ બદલાવ જોવા મળ્યો નથી તેમ છતાં, આગામી વર્ષ ઓફિસ સ્પેસ માટે ઓવરઓલ ડીમાન્ડ મજબૂત રહી શકે છે. ભારતમાં બીજા ક્વાર્ટરમાં ઓફિસ રેટમાં હકારાત્મક વલણ જોવા મળ્યા બાદ માર્કેટમાં હકારાત્મક અને સુધારા જોવા મળ્યો છે. પરિણામે, ઓફિસ રેટમાં સુધારો થયો છે. જે પ્રી કોવિડ કરતાં ઓછો સુધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોની તુલનામાં ભારતના શહેરોમાં સુધારો જોવા મળી રહ્યો છે. જે રીયલ એસ્ટેટ સેક્ટરને ફરી ધમધમતું કરવામાં સહાયરુપ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
21 Comments