સિંધુભવન ક્રોસ રોડ ફ્લાય ઓવરબ્રીજનું….નિહાળો અવકાશી દ્દશ્ય. અપડેટ
Sindhubhavan cross road flyover Bridge.
દેવ દિવાળી પાવન પર્વના દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયેલા સિંધુંભવન ક્રોસ રોડ ફ્લાયઓવર અને સાણંદ જંક્શન ફ્લાયઓવર બ્રીજ અંગે બ્રીજ નિર્માંણકર્તા કંપની એમ.એસ. ખુરાના અને અવધૂત પ્રોજેક્ટના ડાયરેક્ટરની ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બ્રીજ પર 80 કિલોમીટરની ઝડપે વાહનચાલક વાહન ચલાવી શકે તેવી વિશિષ્ઠતા ધરાવતો બ્રીજ નિર્માંણ કરવામાં આવ્યો છે.
સિંધુભવન ક્રોસ રોડ ફ્લાય ઓવરબ્રીજની લંબાઈ 975 મીટર અને પહોળાઈ 27 મીટર છે. ફ્લાય ઓવરબ્રીજ બંને સાઈડ એપ્રોચ આપવામાં આવ્યા છે. ગાંધીનગર સાઈડ 300 મીટરનો એપ્રોચ રોડ અને સરખેજ સાઈડ 350 મીટરનો એપ્રોચ રોડ નિર્માંણ કરવામાં આવ્યો છે. તેમજ બ્રીજ પર વાહનચાલકોને ડ્રાઈવિંગ દરમિયાન જર્ક ન આવે તેવી ટેક્નિકથી ફ્લાય ઓવરબ્રીજનું નિર્માંણ કરવામાં આવ્યું છે. અવધૂત પ્રોજેક્ટના ડાયરેક્ટના જણાવ્યાનુસાર, કુલ 45 કરોડ ખર્ચે નિર્માંણ પામેલા સિંધુભવન ક્રોસ રોડ ફ્લાય ઓવરબ્રીજ નિર્માંણ દરમિયાન અનેક પડકારો સામે આવ્યા હતા. તેમ છતાં, સરકારશ્રીએ આપેલી સમયમર્યાદામાં અમે બ્રીજનું કામ પૂર્ણ કરીને સરકારને સુપ્રત કર્યું છે જેનો અમને ગૌરવ છે.
તો, 46 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા સાણંદ જંક્શન ફ્લાય ઓવરબ્રીજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજની લંબાઈ 1 કિલોમીટર છે જ્યારે તેની પહોળાઈ 27 મીટર છે. આ બ્રીજની બંને બાજુએ ગાંધીનગર સાઈડ 315 મીટરની લંબાઈ ધરાવતો એપ્રોચ રોડ આપવામાં આવ્યો છે. જ્યારે, સરખેજ સાઈડ 370 મીટરની લંબાઈ ધરાવતો એપ્રોચ રોડ આપવામાં આવ્યો છે. આ બ્રીજ પર વાહનચાલક પ્રતિકલાકે 100 કિલોમીટરની ઝડપે જઈ શકે તેવો બ્રીજ નિર્માંણ કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments