ભારતની કુલ રીન્યૂઅબલ એનર્જીમાં ગુજરાતનો 13 ટકાનો હિસ્સો- મુખ્યમંત્રી વિજય રુપાણી
Gujarat contributes 13% renewable in total Energy in India - Chief Minister Vijay Rupani
ભારત સરકાર હાલ રીન્યૂઅબલ એનર્જી સેક્ટર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીન્યૂઅબલ એનર્જી ક્ષેત્રે, ગ્લોબલ ઈવેસ્ટર્સ, ડેવલપર્સ અને બિઝનેસમેનોને રોકાણ કરવાનું આપ્યું છે. ત્યારે આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં દેશના રીન્યૂઅબલ એનર્જી અભિયાનમાં મહત્વનો હિસ્સો છે. ભારતની કુલ રીન્યૂઅબલ એનર્જીમાં ગુજરાતનું યોગદાન 13 ટકા છે. સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોને પણ પુનપ્રાપ્ય ઊર્જા યોજનાનો હિસ્સો બનાવે છે. દેશના કુલ સોલાર રુપટોપમાં ગુજરાત 24 ટકા હિસ્સો છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોલાર પાર્ક અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ધોલેરામાં હજાર મેગા વોટનું અલ્ટ્રા સોલાર પાર્ક બનાવી રહી છે. હાલ ગુજરાત રીન્યૂઅબલ એનર્જી ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે, તેવું મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર
17 Comments