GovernmentNEWS

રીન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં અપાર તકો, 20 અબજ ડોલરનું સંભવિત ક્ષેત્ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

$20-billion potential in renewable sector: Narendra Modi

રાજધાની નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજા ગ્લોબલ રીન્યૂઅબલ એનર્જી ઈવેસ્ટેમેન્ટ મિટીંગ એન્ડ એક્સ્પો-2020ના ઉદ્દઘાટન દરમિયાનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગ્લોબલ ઈવેસ્ટર્સ, બિઝનેસમેન અને ડેવલપર્સને ઈન્ડિયામાં રીન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે આમંત્રિત આપ્યું છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આગામી દાયકામાં ભારતની રીન્યૂઅબલ એનર્જી યોજનાથી દેશમાં દર વર્ષે 20 અબજ ડોલરની વ્યાપરની સંભવિત તકો રહેલી છે. દેશમાં રીન્યૂઅબલ એનર્જી મોડ્યૂલ પ્રોડક્ટના ઉત્પાદનમાં કેન્દ્ર સરકાર સબસીડી પણ આપી રહી છે.

વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, રીન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. હાલમાં આપણા દેશમાં રીન્યૂઅબલ એનર્જીની ક્ષમતા 136 ગીગા વોટસ્ છે, કે જે આપણા દેશની કુલ એનર્જીના 36 ટકા છે. 2022 સુધીમાં આ એનર્જી 220 ગીગા વોટસ્ સુધી પહોચશે. વધુમાં મોદીએ હતું કે અમારી સરકાર હાલ રીન્યૂઅબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

છેલ્લા છ વર્ષમાં રીન્યૂઅબલ એનર્જીમાં અઢી ઘણો વધારો થયો છે. જે અન્ય દેશોની તુલનામાં ભારત ખૂબ જ ઝડપી ગ્રોથ કરી રહ્યું છે. આ સેક્ટરમાં આપણને જ્યારે પરવડે તેવું ન હતું છતાં, આપણે તેમાં રોકાણ કરીને, વિશ્વમાં ચોથા ક્રમાંકે પહોચ્યાં છે. જોકે, હવે રીન્યૂઅબલ એનર્જી માટે આપણને ઓછું રોકાણ અને ખર્ચ થાય છે. રીન્યૂઅબલ એનર્જીમાં એલઈડી બલ્બ,એલઈડી સ્ટ્રીટ લાઈટ, સ્માર્ટ મીટર અને ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close