
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, રીયલ એસ્ટેટ માર્કેટમાં વેચાણને વેગ આપવા મહારાષ્ટ્ર રાજ્યના નારેડકો સંસ્થાના 1000 મેમ્બર્સ, ઘર ખરીદનાર ગ્રાહકો વતી, 31 ડિસેમ્બર-2020 સુધી સ્ટેમ્પ ડ્યૂટી પોતે વહન કરશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યનાં મોટાં શહેરોમાં મકાન નોંધણી પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટીમાં 2થી 3ટકાનો ઘટાડો કર્યો હતો. તે દરમિયાન પણ નારેડકોએ સપ્ટેમ્બર સુધી ગ્રાહકો વતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાનો નિર્ણય લીધો હતો. આ રીતે ફરી એકવાર માર્કેટને વેગ આપવા માટેનો આ ઉમદો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર નારેડકો ચેપ્ટરે જણાવ્યું છેકે, મહારાષ્ટ્રમાં વેચાણ થતા તમામ મકાન પરની સ્ટેમ્પ ડ્યૂટી 31 ડિસેમ્બર-2020 સુધી મહારાષ્ટ્ર નારેડકો ચેપ્ટરમાં આવતા 1000 ડેવલપર્સ વહન કરશે. જેથી, મહારાષ્ટ્રમાં દરેક ડેવલપર્સ આ યોજના અંતર્ગત જ મકાનનું વેચાણ કરશે.
નારેડકો મહારાષ્ટ્ર પ્રેસિડેન્ટ અશોક મોહાનનીએ જણાવ્યું છેકે, મહારાષ્ટ્રમાં ઝીરો સ્ટેમ્પ ડ્યૂટીને કારણે, મહારાષ્ટ્રમાં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન પ્રોપર્ટી સેલમાં 300 ટકાનો વધારો નોંધાયો હતો. આગામી 25 નવેમ્બર-2020ના રોજ આયોજિત થનારા વર્ચ્યૂઅલ રીયલ એસ્ટેટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ સમિટ-2020 સંદર્ભે, આયોજિત વર્ચ્યૂઅલ પ્રેસ કોન્કફરન્સમાં મહારાષ્ટ્ર નારેડકોના પ્રેસિડેન્ટે આ વાત કહી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફરી એકવાર સ્ટેમ્પ ડ્યૂટીનું ભારણ ઓછું થયું છે જેથી, ગ્રાહકોમાં ઉત્સાહ વધશે અને મકાનોના વેચાણને વેગ મળશે. તો, મહારાષ્ટ્ર નારેડકોના વાઈસ પ્રેસિડેન્ટ રંજન બંડેલકરે જણાવ્યું હતું કે, ઝીરો સ્ટેમ્પ ડ્યૂટીના ઉમદા પ્રયોગથી સમગ્ર રીયલ એસ્ટેટ માર્કેટમાં ગ્રોથ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments