ગુજરાતમાં પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જિંદાલ ગ્રુપ કરશે મૂડીરોકાણ
Jindal Group to invest in Gujarat
ગુજરાતમાં માળખાકીય વિકાસ અને દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મૂડીરોકાણ કરવા માટે દેશ- વિદેશની કંપનીઓ રસ દાખવે છે. 23 નવેમ્બર-2020ના રોજ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને જિંદાલ ગ્રુપના ચેરમેન સજન જિંદાલે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે બેઠક કરી હતી.
જેમાં પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મૂડીરોકાણ કરવાની ચર્ચા-વિચારણા થઈ હતી. જે બાદ ગુજરાત સીએમઓના સૂત્રોના જણાવ્યાનુસાર, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સરળતા અને નવી ઉદ્યોગ નિતીના સફળ અમલના પરિણામે, ગુજરાતમાં રોકાણકારો માટે વ્યાપક સુવિધાથી પ્રભાવિત થઈ ઝિંદાલ ગ્રૂપ રોકાણો માટે પ્રેરિત થયું છે. ગુજરાતમાં ખાસ કરીને પોર્ટ સેક્ટર તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં રોકાણો માટેની ઉત્સુક્તા દર્શાવી હતી. ઝિંદાલ ગ્રૂપ સ્ટીલ, પોર્ટ્સ, સિમેન્ટ માઇનીંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં પોતાની વ્યવસાયિક તજજ્ઞતાથી વિશ્વખ્યાત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, ,સૌજન્ય- ગુજરાત સરકાર
9 Comments