છેલ્લા કેટલાક સમયથી સૌ કોઈ સસ્તા વ્યાજ દરની હોમ લોન કે અન્ય લોનનો લાભ લઈ રહ્યું છે. પરંતુ, હવે એ સમય પુરો થશે. આવનારા 6 થી 7 મહિનામાં હોમ લોન કે અન્ય લોનના વ્યાજ દરમાં વધારો થશે. જોકે, હાલ લોન વ્યાજ દર સ્થિર રહેશે. હાલ હોમ લોન વ્યાજ દર 6.69 ટકાથી 10 ટકા સુધી અલગ અલગ લોન પર ચાલી રહ્યો છે. નોંધનીય છેકે, શા માટે લોનના વ્યાજના દરમાં વધારો થશે કારણ કે, ગ્લોબલ આર્થિક વ્યવસ્થામાં સુધારો, મોંઘવારીમાં ઘટાડો કરવાનું અનુમાન અને કોરોના અસર ઓછી થવી જેવા પરિબળો મહત્વના માનવામાં આવી રહ્યાં છે.
એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી અભિક બરુઆએ જણાવ્યું છેકે, હાલ જે લોન વ્યાજ દર છે તે જ રહેશે. કારણ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ વ્યાજ દરો સ્થિર રાખ્યા છે.
તો, બેંક ઓફ બોરાડાના મુખ્ય અર્થશાસ્ત્રી સમીર નારંગે કહ્યું છેકે, હમણાં વ્યાજ દર સ્થિર રહેશે. જોકે, જેવો આર્થિક વ્યવસ્થામાં સુધારો જોવા મળશે. તેવો જ વ્યાજ દરમાં વધારો જોવા મળશે. જ્યાં સુધી કોવિડ પર અંકુશમાં નહિં આવે ત્યાં સુધી વ્યાજ દરમાં કોઈ વધારો રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયા નહી કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments