GovernmentNEWS

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ડ્રેનેજની સફાઈ માટેનો બેન્ટીકુટ રોબોટનું કર્યું લોકાર્પણ

Deputy CM Nitin Patel inaugurated Robot Machine for drainage cleaning

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેરના ડ્રેનેજની સફાઇ માટે સાબરમતી ગેસ કંપની દ્વારા આપવામાં આવેલા બેન્ડીકુટ રોબોટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના નગરો, શહેરો સ્વચ્છ અને સુંદર રહે, તે માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઇ રહી છે. ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાનો રાજ્યમાં ચુસ્ત અમલ થાય છે અને રાજ્યમાં કોઇપણ જગ્યાએ સફાઇ કર્મીઓ હવે ડ્રેનેજના મેનહોલમાં સફાઇ માટે ઉતરવા દેવામાં આવતા નથી. હવે રાજ્ય સરકારે ટેકનોલોજીના ઉપયોગ થકી ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીક્રુટ રોબોટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો જે સંકલ્પ આપ્યો હતો, એને ગુજરાત સરકારે સુપેરે પાર પાડીને રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકાઓને સફાઇ કરવા માટે અનેક સાધનો વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. ત્યારે આ નવતર અભિગમ રોબોટ દ્વારા સફાઇનો પ્રયાસ હાથ ધર્યો છે. જે સફળ થશે તો તેના વિસ્તૃત અભ્યાસ બાદ આગામી સમયમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે.

ભૂતકાળમાં આ ગટરો સાફ કરવા માટે સફાઇ કર્મીઓને ગટરના મેનહોલમાં ઉતારીને સફાઇ કરવી પડતી હતી. અને તેમાં ઉત્પન્ન થયેલા ઝેરી ગેસના કારણે અપમૃત્યુના કેસો થતા હતા. પરંતુ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ગટરમાં ઉતરીને સફાઇ ન કરવાનો તેનો અમલ પણ ગુજરાત સરકાર ચૂસ્તપણે સખ્તાઇથી કરી રહી છે. એટલે અપમૃત્યુના કિસ્સા બનતા નથી. હવે મેનહોલની સફાઇ કરવા માટે રાજ્ય સરકરે ટેકનોલોજીના માધ્યમથી રોબોટ દ્વારા સફાઇનો નવતર આયામ હાથ ધર્યો છે. જેના થકી સફાઇ હાથ ધરાશે. સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ રોબોટ દ્વારા આ કામગીરી થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close