GovernmentInfrastructureNEWS

આજથી, અદાણી ગ્રુપ કરશે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન- AAI

Adani takes over Ahmedabad airport

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની જવાબદારી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને સોપી છે. 1937માં સ્થાપયેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવેથી,અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરશે. જેથી, આજથી એટલે 7 નવેમ્બર-2020ના રોજથી અધિકારિક રીતે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરશે.


અમદાવાદ એરપોર્ટનું ઓપરેશસન્, મેનેજમેન્ટ અને તેના ડેવલપમેન્ટને લગતા કામો અદાણી ગ્રુપ આવનારા 50 વર્ષ માટે કરશે. 22 ઓક્ટોબર-2020ના રોજ, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટકનેશનલ એરપોર્ટના સંચાલન કરવા અંગેના, MOU એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની હેડ ઓફિસ નવી દિલ્હી ખાતે, અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે કર્યાં હતા.

આ એમઓયુની સમજૂતીના જોગવાઈ મુજબ,અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ, ઈમિગ્રેશન, પ્લાન્ટ એન્ડ એનિમલ કોવારીયન્ટલ, હેલ્થ, મેટ અને સિક્યુરીટી સહિત CNS-ATM Services અંગેની સેવાઓનું સંચાલન અદાણી ગ્રુપ કરશે. જોકે, એરપોર્ટનું ઓપરેશન્સ્.,એરપોર્ટનું મેનેજમેન્ટ અને તેના ડેવલપમેન્ટ અંગનું સંપૂર્ણ કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા થશે.કારણ કે,આ અંગે સમજૂતી કરારો 2020ના ફ્રેબુઆરી મહિનામાં થઈ ગયા હતા.
મહત્વનું છેકે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2019-20માં કુલ મુસાફરોની સંખ્યા 1.14 કરોડ હતી, જે અમદાવાદ એરપોર્ટનો મુસાફરો માટેનો એક હાઈ રેકોર્ડ છે. જોકે, હજુ હાલ અમદાવાદ એરપોર્ટ પરની કોઈપણ સેવાની ફીના બદલાવ અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.


Show More

Related Articles

Back to top button
Close