GovernmentInfrastructureNEWS

વડાપ્રધાન મોદી 8 નવેમ્બરે રો-પેક્સ ફેરીનું કરશે લોકાર્પણ,’Voyage Symphony’ શીપ પહોચ્યાં લોકાર્પણ સ્થળે.

Hon'ble Prime Minister Shri to inaugurate the ferry service on 8th November 2020.

8 નવેમ્બર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જે માટે હજીરા બંદર પર ‘Voyage Symphony’ શીપ પહોચી ગયા છે. તેમજ રો-રો ફેરી સર્વિસની શરુઆત કરવાને લઈને તમામ તૈયારીઓ, રાજ્ય સરકાર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેવું કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર જણાવ્યું છે. વધુમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, રો-પેક્સ ટર્મિનલની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 40 મીટર છે. જે કુલ 25 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામ્યું છે. આ ટર્મિનલમાં એક એડમીનિસ્ટ્રીવ ઓફિસ બિલ્ડિંગ, પાર્કિંગ એરિયા અને અન્ય માનવ જરુરિયાતની સુવિદ્યાઓ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, આ સર્વિસ શરુ થવાથી, સુરતથી ભાવનગર વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર માત્ર 60 કિલોમીટરનું થશે. આ ફેરી દ્વારા પેસેન્જર અને વાહનોનું આવનજાવન કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ફેરી સેવા ટીકિટનો દર, જનરલ ક્લાસ માટે 600 રુપિયા, એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે 800 રુપિયા, કાર માટે 1200, મોટરસાઈકલ માટે 350, ટ્રક માટે 7500 રુપિયા, બસ માટે 5000, ટેમ્પો ટ્રાવેલ માટે 4000 રુપિયા. આ રીતે પેસેન્જર અને વાહનોનું આવન જાવન કરી શકાશે. 2 નવેમ્બર-2020ના રોજથી ટીકિટ માટેનું બુકિંગ શરુ કરવામાં આવ્યું છે. આ ફેરી સેવા ચોમાસામાં પણ ચાલુ રહેશે. આ સેવાથી સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરશે. તો સામે સુરતમાં પણ વિકાસ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close