InfrastructureNEWS

હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ, વડાપ્રધાન મોદીના હસ્તે 8 નવેમ્બરે થશે- મનસુખ માંડવિયા

From Surat’s Hazira to Bhavnagar’s Ghogha ROPAX Ferry service will be flagged off virtually by Prime Minister Shri @NarendraModi on 8th November,2020

કેન્દ્ર સરકાર દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે સતત ગતિશીલ છે. 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યમાં મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરુપે, સુરત અને સૌરાષ્ટ્રને જોડતો, સરકારનો મહત્વકાંક્ષી હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરીનું નિર્માંણકાર્ય પૂર્ણ થયું છે. આ ફેરી સેવાનો 8 નવેમ્બર-2020ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે તેવું ગુજરાતના રાજ્યસભા મેમ્બર અને કેન્દ્રીય રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, સુરતના હજીરા ખાતે રો પેક્સ ફેરી ટર્મિનલનું નિર્માંણ પૂર્ણ થયું છે. 8 નવેમ્બરના રોજ સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે શરુ થશે.આ ફેરીને કારણે સુરતથી ભાવનગર વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર માત્ર 60 કિલોમીટરનું થશે. આ ફેરી દ્વારા પેસેન્જર અને વાહનોનું આવનજાવન કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

ફેરી સેવા ટીકિટનો દર, જનરલ ક્લાસ માટે 600 રુપિયા, એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે 800 રુપિયા, કાર માટે 1200, મોટરસાઈકલ માટે 350, ટ્રક માટે 7500 રુપિયા, બસ માટે 5000, ટેમ્પો ટ્રાવેલ માટે 4000 રુપિયા. આ રીતે પેસેન્જર અને વાહનોનું આવન જાવન કરી શકાશે. 2 નવેમ્બર-2020ના રોજથી ટીકિટ માટેનું બુકિંગ શરુ કરવામાં આવ્યું છે. આ ફેરી સેવા ચોમાસામાં પણ ચાલુ રહેશે. આ સેવાથી સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરશે. તો સામે સુરતમાં પણ વિકાસ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close