HousingNEWSResidentialUpdates

એક વર્ષનું સૌથી મોટું વેચાણ:અમદાવાદમાં 28 દિવસમાં 1 લાખ ચોરસ ફૂટ જમીનનો સોદો; 75% રહેણાક અને 25% કોમર્શિયલ જમીન વેચાઈ

કોરોના, લોકડાઉન બાદ દેશભરમાં જ્યાં પ્રોપર્ટી માર્કેટ મંદીમાં જતું રહ્યું હતું, ત્યારે એક સારા સમાચાર રૂપે એક બિલ્ડર ગ્રુપ દ્વારા ફેબ્રુઆરીના માત્ર 28 દિવસમાં જ 102403 ચો.ફૂટ જગ્યાનું વેચાણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે.

75 ટકા પ્રોપર્ટી રહેણાક વિસ્તારની છે
આ બાબતે અગ્રણી બિલ્ડર ગ્રુપના ચિત્રકભાઈ શાહે જણાવ્યું હતું કે તેમણે પ્રોપર્ટી વેચાણ માટે ફેબ્રુઆરીમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો. એટલું જ નહીં, એ માટે સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં વધારવામાં આવ્યો હતો તેમજ ચોક્કસ ટાર્ગેટ સાથે મહત્તમ વેચાણ તરફ ગ્રુ​પ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. નોંધનીય છે કે, આ વેચાણમાં પણ 75 ટકા જેટલી પ્રોપર્ટી તો રહેણાકની મિલકતો છે, જ્યારે 25 ટકા જેટલી મિલકતો કોમર્શિયલ પ્રકારની મિલકતો હોવાનું જાણવા મળ્યું છે.

શિવાલિક ગ્રુપે મોટો ગોલ એચીવ કર્યો
નોંધનીય છે કે, છેલ્લા લાંબા સમયથી મંદીની બૂમો વચ્ચે પ્રોપર્ટી માર્કેટમાં કોઈ ખાસ જોમ જોવા મળતું ન હતું તેમજ વેચાણ માટે મહત્તમ પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આ સ્થિતિ વચ્ચે પણ શિવાલિક ગ્રુપ દ્વારા મોટો ગોલ એચીવ કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં પ્રોપર્ટીના વેચાણને કારણે અન્ય ગ્રુપનું પણ હવે પ્રોપર્ટી માર્કેટમાં આવી રહેલી બુમિંગ ખરીદી તરફ ધ્યાન ખેંચાયું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close