GovernmentNEWSPROJECTSUrban Development

આવતીકાલે વડાપ્રધાન મોદી વારાણસીની મુલાકાતે, 1780 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

PM to dedicate and lay foundation stone of various projects worth more than Rs. 1780 crores.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવનગરી કાશીની મુલાકાતે છે. જ્યાં તેઓ 1780 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

છેલ્લા નવ વર્ષોમાં, વડાપ્રધાન મોદીએ વારાણસીના લેન્ડસ્કેપને બદલવા અને શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે જીવનની સરળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં, વડાપ્રધાન સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં 1780 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધી પેસેન્જર રોપવેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂ. 645 કરોડ આંકવામાં આવ્યો છે. રોપ-વે સિસ્ટમ પાંચ સ્ટેશનો સાથે 3.75 કિમી લંબાઈની હશે. આનાથી પ્રવાસીઓ, યાત્રાળુઓ અને વારાણસીના રહેવાસીઓ માટે અવરજવરમાં સરળતા રહેશે.

આ ઉપરાંત, મોદી ભગવાનપુર ખાતે નમામિ ગંગા યોજના હેઠળ 55 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ રૂ. 300 કરોડથી વધુના ખર્ચે થશે. ખેલો ઈન્ડિયા યોજના હેઠળ, સિગરા સ્ટેડિયમના પુનઃવિકાસ કાર્યના તબક્કા 2 અને 3નો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.

તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવનાર સેવાપુરીના ઇસરવાર ગામ ખાતે એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન ભરથરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચેન્જિંગ રૂમ સાથે ફ્લોટિંગ જેટી સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

જલ જીવન મિશન હેઠળ, પ્રધાનમંત્રી 19 પીવાના પાણીની યોજનાઓને સમર્પિત કરશે, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોના 3 લાખથી વધુ લોકોને મળશે. ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે, પીએમ મિશન હેઠળ 59 પીવાના પાણીની યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી વારાણસી સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજઘાટ અને મહમૂરગંજ સરકારી શાળાઓના પુનઃવિકાસ કાર્ય, શહેરના આંતરિક રસ્તાઓનું સૌંદર્યીકરણ; શહેરના 6 ઉદ્યાનો અને તળાવોનો પુનઃવિકાસ સહિત વિવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.

વડાપ્રધાન મોદી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી ટાવર, વોટર વર્કસ પરિસર, ભેલુપુર ખાતે 2 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ; કોનિયા પમ્પિંગ સ્ટેશન પર 800 KW સોલાર પાવર પ્લાન્ટ; સારનાથ ખાતે નવું સામુદાયિક આરોગ્ય કેન્દ્ર; ચાંદપુર ખાતે ઔદ્યોગિક વસાહતની માળખાગત સુધારણા; કેદારેશ્વર, વિશ્વેશ્વર અને ઓમકારેશ્વરના મંદિરોનો કાયાકલ્પ સહિત અન્ય વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: Cat888
Back to top button
Close