BIM (Building Information Modeling) Technology અંગે અમદાવાદના ડેવલપર્સનાં મંતવ્યો.
Feedback of Ahmedabad Developers Over BIM (Building Information Modeling) Technology
દેશ સહિત ગુજરાતમાં કંસ્ટ્રક્શન ટેક્નોલોજી ક્ષેત્રે, નવું સર્જન અને અપડેટ જોવા મળી રહ્યું છે. જે વર્તમાન માંગ છે. ત્યારે બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયાએ મેગેઝિન, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વની ગણાતી બીમ ટેક્નોલોજી અંગે અમદાવાદ શહેરના ડેવલપર્સ શું માની રહ્યા છે અને તેઓના મંતવ્યો શું છે તે અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કેટલાક ડેવલપર્સની રુબરુ મુલાકાત કરી હતી અને તેઓની પ્રતિક્રિયા જાણી હતી. જે અહીં દર્શાવી છે.
શિલજ વિસ્તારને નવી ઓળખ આપનાર, એવા એ. શ્રીધર ગ્રુપના એમ.ડી. સર્વિલ શ્રીધર જણાવે છેકે,બીમ ટેક્નોલોજીથી કંસ્ટ્રક્શન ઝડપી અને એરર ફ્રી બને છે. સાથે સાથે પહેલાંથી બિલ્ડિંગ પ્રોજેક્ટનું ડીઝિટલ કંસ્ટ્રક્શન મળી જાય છે પરિણામે, પ્રોજેક્ટમાં આવનારી તમામ ખામીઓને સરળતા નિરાકરણ કરી શકાય છે. પ્રોજેક્ટમાં થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકી શકાય છે. કમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં કેટલું મટેરીયલ વપરાશે તેનું પણ ચોક્કસ માપ બીમ ટેક્નોલોજીથી જાણી શકાય છે જેને કારણે મટેરીયલનો બગાડ થતો નથી. આવા પાસાંને જોતાં, બીમ ટેક્નોલોજી કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે આવનારા સમય માટે એક ક્રાંતિકારી પગલું છે.
અમદાવાદના ડેવલપર નિકુંજ પટેલ બીમ ટેક્નોલોજી અંગે જણાવે છેકે, બીમ ટેક્નોલોજી સારી છે પરંતુ, મોંઘી પડે છે. અમારા ગ્રુપે પાંચ વર્ષ પહેલાં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે મોંઘી પડી હતી. જોકે, તે સમયે તેની અનિવાર્યતા લાગતી ન હતી. પરંતુ, હવે ચોક્કસપણે આ ટેક્નોલોજીથી બિલ્ડિંગ પ્રોજેક્ટ નિર્માંણ કરવામાં આવે તો, બિલ્ડિંગ એરર ફ્રી બને અને નાનામાં નાની ડિટેલિંગ અંગેની જાણકારી મળે અને તેનું નિરાકરણ કરી શકાય.
સાયન્સ સીટીમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અને અલ્ટ્રા લક્ઝૂરીયસ એપાર્ટમેન્ટ નિર્માંણ કરતા એવા અમદાવાદના એમ્પાયર ગ્રુપના ડાયરેક્ટર દીપ પટેલ બીમ ટેક્નોલોજી અંગે કહી રહ્યા છેકે, બિલ્ડિંગ બે રીતે નિર્માંણ પામે છે એક બાહ્ય અને બે આંતરિક. બીમ ટેક્નોલોજી એ બિલ્ડિંગનું આંતરિક માળખું છે, જે પહેલાંથી જ બનાવે છે. જેથી, બિલ્ડિંગની આંતરિક ખામીઓ જાણી શકાય છે.જેને કારણે ભવિષ્યમાં કોઈ જ સમસ્યા સર્જાતી નથી.
મલ્ટી સર્વિસ ધરાવતા બિલ્ડિંગ પ્રોજેક્ટોમાં આ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી બને છે. ખાસ કરીને, આવનારા સમયમાં ગુજરાતના પાંચ મહાનગરોમાં નિર્માંણ પામનાર 70 માળનાં બિલ્ડિંગો બીમ ટેક્નોલોજી માટે મોટી તકો સર્જાશે. સિંગલ યૂઝ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં બીમ ટેક્નોલોજીની જરુરિયાત લાગતી નથી. પરંતુ, એ ચોક્કસ છેકે, બીમ ટેક્નોલોજીથી સમય બચે છે, કોસ્ટ ઘટે છે અને ક્વૉલીટી સારી મળે છે. જો એમ્પાયર ગ્રુપને મલ્ટી સર્વિસ બિલ્ડિંગ નિર્માંણ કરવાની તક મળશે તો, ચોક્કસપણે બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments