અમદાવાદ : મેયરે કર્યું ચેનપુર અંડરબ્રિજનું ઉદ્દઘાટન, મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યાં

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજી મામલે સુનાવણી યોજાઈ હતી જેમાં હાઇકોર્ટએ રાજકીય પક્ષોને ટકોર કરી છે કે રાજકીય રેલીઓમાં સમાજીક અંતર જળવાતું નથી. આજે પણ રાજકીય રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક પહેરતા નથી. આજે મેયર બિજલ પટેલનો સુભાષબ્રિજથી કેશવનગર રેલવેબ્રિજ સુધીના રસ્તાના ઉદ્દઘાટનનો કાર્યક્રમ હતો. જેમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. નેતાઓને લોકોના માર્ગદર્શક છે લોકોને ગેરમાર્ગે ન દોરે અને આવા લોકો સામે કાર્યવાહી કરવા આવે તેવો હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારી વકીલને પણ ટકોર કરી છે. સરકાર આવા લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસુલ કરે.
મેયરના ઉદ્દઘાટન પહેલા જ લોકોએ અવર-જવર શરૂ કરી દીધી
લોકડાઉનના કારણે શહેરમાં અનેક નવા વિકાસના કાર્યો અટકી ગયા હતા, તો કેટલાકના લોકાર્પણ કરી શરૂ કરવામાં આવ્યા ન હતા. આજે મેયર બિજલ પટેલ સુભાષબ્રિજથી રેલવેબ્રિજ સુધીના એક કિલોમીટર સુધીના રસ્તાનું ઉદ્દઘાટન કર્યું છે. જોકે લોકોએ ઉદ્દઘાટન પહેલા જ રસ્તો પહેલેથી જ લોકોએ વાપરવાનો શરૂ કરી દીધો છે બીજી તરફ ચેનપુર પાસે નવા બનાવેલા અંડરબ્રિજને તો ઉદઘાટન વગર જ લોકોએ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ કરી દીધો છે.

અમદાવાદના પ્રથમ નાગરિક મેયર બીજલ પટેલના હસ્તે આજે સવારે સુભાષબ્રિજથી રેલવેબ્રિજ સુધીના એક કિલોમીટરના રસ્તા જે સુભાષબ્રિજને જોડે છે તેનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે જો કે મેયરના આ ઉદ્દઘાટન પહેલા જ રોડને ખુલ્લો લોકોએ મૂકી દીધો હતો. જેથી માત્ર તકતી મૂકી અને ઉદ્દઘાટન કરવાનું બાકી રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો ચેનપુરથી આઈઓસી ડેપોને જોડતો રેલવે અંડરબ્રિજ તો બની ગયો છે પરંતુ લોકો માટે ઉપયોગ કરવા શરૂ કરાયો ન હતો જેથી લોકોએ જાતે જ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો કે કોર્પોરેશન આ અંડરબ્રિજને સરખી રીતે વિકાસ કાર્યમાં લીધું નથી. અંડરબ્રિજમાં લાઈટો લગાવવામાં આવી નથી ઉપરાંત ગટરની જાળીઓ પણ કાઢી રોડ પર ફેંકી દેવાઈ છે. વિકાસ કાર્યોના લોકાર્પણ હવે મોડા થતા લોકો જાતે જ તેનું લોકાર્પણ કરી નાખે છે.
સૌજન્ય દિવ્ય ભાસ્કર
21 Comments