Big StoryInfrastructureNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ટનલનું કર્યું ઉદ્દઘાટન, કહ્યું કે, લદ્દાખ માટે બનશે લાઈફલાઈન

PM Modi inaugurates Atal Tunnel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના રોહતકમાં 9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું ઉદ્દઘાટન કર્યું છે. આ સમયે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અટલ ટનલ મનાલી કોલાહૌલ સ્પીટી વેલીને જોડી રાખશે. પહેલાં આ વેલી બરફવર્ષાને કારણે, લગભગ 6 મહિના બંધ રહેતી હતી. પરંતુ, હવે બારેમાસ વેલી ચાલુ રહેશે. નોંધનીય છેકે, આ ટનલનું નામ સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના માનમાં અટલ ટનલ રાખવામાં આવ્યું છે.

સમૃદ્ધ સ્તરથી 10 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી આ ટનલનું નિર્માંણ કરવામાં આવ્યું છે. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટાડશે. જેથી,મનાલીથી લેહ જવામાં જે સમય લાગતો હતો, તેમાં 4 થી 5 કલાક સમયનો બચાવ થશે. 

ઘોડાની નાળના આકાર ધરાવતી 8 મીટર સડક માર્ગની સાથે સિંગલ ટ્યૂબ અને ડબલ લેનવાળી ટનલ છે. જેની ઊંચાઈ 5.5 મીટર છે. ટનલની પહોળાઈ 10.5 મીટર છે, ફાયર પ્રૂફ આપાતકાલીન નિકાલની વ્યવસ્થા પણ છે.  આ ટનલમાં પ્રતિ કલાકે 80 કિ.મી.ની ઝડપે દરોજ 3000 કાર અને 1500 ટ્રક આવન-જાવન કરશે.

અટલ ટનલમાં સલામતી અને સુરક્ષાની તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ છે. ત્યારે જાણીએ અટલ ટનલની વિશિષ્ટતાઓ.

  1. ટનલના બંને મુખ્ય દ્વાર પ્રવેશ બેરિયર.
  2.  તાત્કાલીન દૂરસંચાર કરવા માટે 150 મીટરના અંતરે ટેલિફોનની સુવિદ્યા.
  3.  60 મીટરના અંતર ફાયર સેફ્ટીની સુવિદ્યા.
  4.  250 મીટરના અંતરે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા,જેમાં કોઈ આકસ્મિક ઘટનાની તાત્કાલિક જાણ થાય તેવી સુવિદ્યા ઉપલબ્ધ.
  5.  પ્રત્યેક કિલોમીટરના અંતરે, વાયુ ગુણવત્તા પર બાજ નજર
  6.  25 મીટરના અંતરે નિકાસી પ્રકાશની સુવિદ્યા અને તેનો સંકેત.
  7.  50 મીટરના અંતરે ફાયર રેટિડ ડૈમ્પર્સની વ્યવસ્થા.

નોંધનીય છેકે, જ્યારે સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે, 3 જૂન-2000માં રોહતાંગમાં એક ટનલ નિર્માંણ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ ટનલના નિર્માંણ માટે ટનલના દક્ષિણ ભાગ પર 26 મે-2002માં આધારશીલા સ્થાપિત કરવામાં આવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

6 Comments

  1. Pingback: fortigate-40f
  2. Pingback: Mancave
  3. Pingback: Karen
  4. Pingback: my webcam
Back to top button
Close