તહેવારોની સિઝન બાદ, મકાનો બની શકે છે ખર્ચાળ, સિમેન્ટના ભાવમાં વધારો થવાની સંભાવના.
cement price is likely to rise
ગ્લોબલ ફાઈનાન્સ સર્વિસ Emkay Globalના અહેવાલ મુજબ, 2021ના નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે, તહેવારોની સિઝન બાદ, સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ સિમેન્ટના ભાવમાં વધારો કરે તેવી સંભાવના છે. કારણ કે,સિમેન્ટના કાચામાલની અછત છે, ઓપરેશનલ ખર્ચમાં વધારો, અને ડીઝલની કિંમતોમાં વધારો, આવા પરિબળોને ધ્યાનમાં રાખીને, સિમેન્ટ ઉત્પાદકો આગામી સમયમાં સિમેન્ટના ભાવ વધારો કરે તેવી સંભાવના છે.
રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર-2020માં સિમેન્ટ પ્રતિ બેગ પર 3થી 5 રુપિયાનો ઘટાડો થયો છે. ઉત્તરીય રાજ્યોમાં ટ્રેડ અને નોન ટ્રેડ સિમેન્ટના ભાવમાં મોટો ફરક જોવા મળ્યો છે.
દેશભરમાં કોવિડ માહામારીને કારણે, નાણાંકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટરમાં સિમેન્ટની માંગ સ્થિર રહી છે. ત્યારે, દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં સિમેન્ટની માંગ સુધારો થવાની સંભાવના છે. અહેવાલના જણાવ્યાનુસાર, ઉત્તર અને મધ્યના રાજ્યોમાં સિમેન્ટની માંગમાં 6-8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તો, સપ્ટેમ્બર-2020માં પૂર્વીય રાજ્યોમાં સિમેન્ટની માંગમાં 2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને, બિહાર, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં સિમેન્ટની માંગમાં મોટો વૃદ્ધિ દર જોવા મળ્યો છે.
તો, દક્ષિણ ભારતનાં રાજ્યો કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાંમાં મજૂરોની અછત અને ચોમાસું સિઝનને કારણે, સિમેન્ટની માંગના વાર્ષિક વૃદ્ધિ દરમાં 20-24 ટકા ઘટાડો થવાનો અંદાજ છે. તો, સપ્ટેમ્બર મહિનામાં 18-20 ટકાનો ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં પણ સિમેન્ટની માંગ પડતી જોવા મળી છે.
નોંધનીય છેકે, દેશભરમાં દર વર્ષે 510 મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદનની કેપિસીટી છે. ત્યારે, વર્ષ 2018-19માં 337.22 ટન સિમેન્ટ ઉત્પાદન થયું છે. એટલે કે, દેશભરમાં 67 ટકા સિમેન્ટ વપરાશની કેપિસીટી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments