ઉત્તરાખંડમાં દેશનો પ્રથમ પારદર્શક ટફ ગ્લાસ સસ્પેન્શન બ્રીજ નિર્માંણ પામશે.
India's first glass suspension bridge.
કુદરતના સાનિધ્યમાં આવેલા ઉત્તરાખંડમાં ઋષિકેશ સ્થિત આવેલી ગંગા નદી પર આવેલા લક્ષ્મણ ઝૂલાનું નિર્માંણ 1923માં થયું હતું. જેની આવરદા હવે પૂર્ણ થઈ ગઈ છે. જેથી, તેને બંધ કરીને, તેના સ્થાને હવે નવો સસ્પેન્શન બ્રીજ નિર્માંણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકારના પીડબલ્યૂડી વિભાગે દ્વારા અહીં, ટફ ગ્લાસનો સસ્પેન્શન બ્રીજ નિર્માંણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે જાણીએ કેવો બનશે દેશનો પ્રથમ ગ્લાસ સસ્પેન્શન બ્રીજ.
પીડબલ્યૂડી વિભાગના જણાવ્યાનુસાર, કુલ 132 મીટરની લંબાઈ અને 8 મીટરની પહોળાઈ ધરાવતો બ્રીજ બનાવવામાં આવશે. જેમાં બ્રીજનું ફ્લોરીંગ 3.5 ઈંચની જાડાઈ ધરાવતા ગ્લાસમાંથી બનાવવામાં આવશે. મુખ્ય બ્રીજની બંને સાઈટ પર 1.5 મીટર પહોળાઈ ધરાવતો ગ્લાસ બ્રીજ નિર્માંણ કરવામાં આવશે. આ બ્રીજના પિલ્લરને 30 મીટર ઊંડાઈથી ફાઉન્ડેશન કરવામાં આવશે. આ બ્રીજનું આવનારા 150 વર્ષની આવરદાને ધ્યાનમાં રાખવામાં આવી છે. 2021માં આ બ્રીજનું નિર્માંણ કરવાનું લક્ષ્ય રાજ્ય સરકારનું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments