વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું, વડાપ્રધાન મોદી 3 ઓક્ટોબરે કરી શકે છે ઉદ્દઘાટન
World largest Atal Tunnel in India
9.2 કિલોમીટરની લંબાઈ ધરાવતી અટલ ટનલનું ખાતમૂર્હૂત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરના રોજ કરી શકે છે. હિમાચલ પ્રદેશના મનાલીને લદાખના લેહ સાથે જોડતી અટલ ટનલ તૈયાર થઈ ગઈ છે. અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ટનલ છે. એ 9.2 કિ.મી. લાંબી છે અને 10 વર્ષમાં બનીને તૈયાર થઈ છે. એનાથી મનાલી-લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. ઘટશે અને 4 કલાક બચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકે છે. ઉદઘાટન સમારોહમાં અભિનેત્રી કંગના રનૌત પણ પહોંચી શકે છે. હાલ ટનલને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટનલ સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ જોડાયું છે.
પ્રોજેક્ટના ડાયરેક્ટર કર્નલ પરીક્ષિત મેહરાના જણાવ્યાનુસાર, ટનલનું નિર્માણ 6 વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે એમાં વિલંબ થયો. લેહને જોડવા માટે આ અમારું સપનું હતું અને કનેક્ટિવિટી મજબૂત કરવાની દિશામાં પ્રથમ પગલું હતું. આ ટનલ એક પડકારજનક પ્રોજેક્ટ રહ્યો, કેમ કે અમે માત્ર બે છેડેથી કામ કરી રહ્યા હતા. બીજો છેડો રોહતાંગ પાસમાં ઉત્તરમાં હતો. વર્ષમાં માત્ર 5 મહિના જ કામ થઈ શકતું હતું.’
વિશ્વની સૌથી લાંબી અટલ ટનલની એક ઝલક
ટનલ નિર્માંણ ખર્ચ – 2,958 કરોડ
ટનલ નિર્માંણમાં કુલ 14508 મેટ્રિક સ્ટીલ વપરાયું.
2,37, 596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ થયો.
14 લાખ ઘનમીટર ભેખડો ખોદાઈ.
500 મીટરના અંતરે ઈમર્જન્સી એક્ઝિટ.
150 મીટરના અંતરે.
4-જીની સુવિધા પણ ઉપલબ્ધ
10.5 મીટર પહોળી અને 10 મીટર ઊંચી છે ટનલ.
60 મીટરના અંતરે સીસીટીવી પણ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments