વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં14,258 કરોડના ખર્ચે નિર્માંણ પામનારા કુલ 350 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું વર્ચયુઅલ ખાતમૂર્હૂત કર્યું હતું. આ સાથે ઓપ્ટિકલ બ્રોની ઈન્ટરનેટનું પણ ઉદ્દઘાટન કર્યું હતું આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ ઈન્ટરનેટ સેવાથી બિહારના કુલ 45,945 ગામડાંને ઈન્ટરનેટની સુવિદ્યા મળશે.
વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે આવનારા પાંચ વર્ષમાં કુલ 110 લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવશે. જેમાં માત્ર 19 લાખ કરોડ રુપિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ માટે જ ફાળવવામાં આવ્યા છે. ટીમ બિલ્ટ ઈન્ડિયા
9 Comments