GovernmentNEWS

આજથી વિધાનસભાનું 5 દિવસીય સત્ર શરૂ, 6 બેઠક, 24 વિધેયક થશે રજૂ.

Gujarat Assembly Monsoon Session

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળશે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 24 જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરાશે.

અંબાજી વિસ્તારના વિકાસ નિયમન એક્ટ2020 મુસદ્દો તૈયાર
આ સિવાય રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે. એ તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદિલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-2020નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અપાશે
વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પાંચ દિવસનાં કામકાજ દરમિયાન છ બેઠક યોજવામાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે મળનારા આ સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે, જેમાં પ્રથમ બેઠકમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ગૃહના પૂર્વ સભ્યો અને કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારા તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, સ્વૈચ્છિક સામાજિક-સંગઠનોએ કોરોના રોકવા કરેલી કામગીરીને બિરાદાવવા તેમને પ્રોત્સાહિત કરવા ખાસ અઢી કલાકની ચર્ચા આપવામાં આવશે.

વિધાનસભામાં રજૂ થનારાં વિધેયકોવટહુકમોની યાદી

  • ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક-2020
  • ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત સુધારા-વિધેયક-2020
  • ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક-2020
  • કોન્ટ્રેકટ મંજૂર (નિયમન અને તાલુકા) (ગુજરાત સુધારા) વિધેયક-2020
  • કારખાના (ગુજરાત સુધારા) વિધેયક-2020
  • ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા( વિધેયક-2020
  • ગુજરાતને લાગુ પડતા હોય એટલે સુધીના ઔદ્યોગિક તકરાર અધિનિયમ-1947 અને 1948માં સુધારો-2020
  • ગુજરાત વિધાનસભાના સભ્યો પગાર-ભથ્થાં કાયદા સુધારા વિધેયક-2020
  • ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2020

મંત્રીમંડળે પસાર કરેલા 11 વટહુકમો ગૃહમાં રજૂ કરાશે

  • મંત્રીઓનાં પગાર-ભથ્થા સુધારા વટહકમ એપ્રિલ-20
  • ગુજરાત માલ-સેવાવેરા અધિનિયમ-2017નો વટહકમ
  • ગુજરાત ખેત-ઉત્પનબજાર અધિનિયમ-1963નો સુધારા વટહકમ
  • ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003માં સુધારાનો વટહકમ
  • ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947નો સુધારા વટહકમ
  • કારખાના અધિનિયમ 1948 વધુ સુધારવાનો વટહકમ
  • કોન્ટ્રેકટ મંજૂર નિયમન અને નાબૂદી સુધારો
  • ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947-1948માં સુધારો કરતો વટહકમ
  • ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 સૌરાષ્ટ્ર ઘરખેડ ધારામાં સુધારો કરતો વટહકમ
  • રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો વટહકમ

સૌજન્ય – દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close