જે રીતે દેશમાં ટીચર્સ ડે, ડૉક્ટર્સ ડે અને મધર્સ ડે ઉજવવામાં આવે છે, તે જ રીતે દર વર્ષની 15મી સપ્ટેમ્બરના રોજ એન્જિનીયર્સ ડે ઉજવવવામાં આવે છે. આ દિવસને ભારત રત્ન સર ડૉ. એમવી વિશ્વૈશ્વરૈયાના જન્મદિવસના માનવામાં ઉજવવામાં આવે છે.
દેશના વિકાસમાં એન્જીનીયર્સની મહત્વની ભુમિકા હોય છે. કુદરતી આપદાથી લઈને નિર્માંણ સુધી એન્જનીયર્સ વગર કંઈ પણ થઈ શકતું નથી. દેશના વિકાસની ધરોહર એન્જીનીયર છે. ત્યારે આપણે સૌએ આજે સર ડૉ. મોક્ષગુંડ્મ વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિના માનમાં એન્જીનીયર્સ ડે ઉજવીએ છીએ. ત્યારે આપણે સૌ જાણીએ કોણ હતા સર વિશ્વૈશ્વરૈયા ?
સર ડૉ. વિશ્વૈશ્વરૈયાનો જન્મ કર્ણાટકના મૈસૂરના કોલોરના ચિક્કાબલ્લાપુર તાલુકામાં 15 સપ્ટેમ્બર 1861ના રોજ એક તેલુગુ પરિવારમાં થયો હતો. વિશ્વૈશ્વરૈયા સિવિલ એન્જીનીયર, વિદ્વાન અને રાજનેતા હતા. 1883માં પૂણેમાં સિવિલ એન્જીનીયરીંગમાં સ્નાતક થયા બાદ, વિશ્વૈશ્વરૈયાને તરત જ સહાયક એન્જીનીયર તરીકે સરકારી નોકરી મળી ગઈ હતી. તેઓ મૈસૂરમાં 1912 થી 1918 સુધી 19મા દિવાન હતા. તે દરમિયાન મૈસૂરમાં કરેલા વિકાસના કામોને કારણે તેઓને લોકો મોર્ડન મૈસૂરના પિતા પણ કહેવાતા હતા. આ પ્રસંગે તમામ એન્જીનીયર્સ કોલેજોમાં તેમના માનમાં વિદ્યાર્થીઓને એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવતા હતા. 1955માં સર વિશ્વૈશ્વરૈયાને દેશનું સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments