GovernmentNEWS

લોકશાહીના નવા મંદિર સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની એક ઝલક

glimpses of new Parliament of India

રાજધાની નવી દિલ્હીમાં લોકશાહીના મંદિર સમા નવા સંસદભવનનું નિર્માંણ કરવા માટેનો પ્રોજેક્ટને હવે આખરી આપમાં આવી રહ્યો છે. કોવિડ-19 પહેલાં નવા સંસદભવન અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકેટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા બેઠકનું આયોજન થયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નવું સંસદભવન નિર્માંણ કરવામાં આવશે અને સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત, સેન્ટ્રલ સેક્રેટેરીયલ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક અને પીએમઓ, વાઈસ પ્રેસિડેન્ટનું કાર્યાલયને નવા રંગરુપ આપવામાં આવશે. નવા સંસદભવન સહિત રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા સુધીના 3 કિ.મીનો સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. જૂના પાર્લામેન્ટને ઓકેશનલ મીટીંગ અને કામો માટે ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, પીએમઓ સાઉથ બ્લોકની પાછળના ભાગમાં નિર્માંણ કરવામાં આવશે તો, ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય નોર્થ બ્લોકની પાછળ નિર્માંણ કરવામાં આવશે.  

નવા સંસદમાં નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ, આવનારા સમયને ધ્યાનમાં રાખીને, વધતા પ્રતિનિધિઓને આધારે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. નવા સંસદભવનમાં કુલ 900 સંસદસભ્યો બેસી શકશે. એક બેન્ચ પર બે સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તો, સેન્ટ્રલ હોલમાં જોઈન્ટ સેસન્સમાં 1350 સભ્યો બેસી શકશે. તેમજ સંસદમાં દરેક કેબિનેટ મંત્રીઓની ઓફિસ, બેઠક વ્યવસ્થા, લોજ એરિયા સહિત અનેક પ્રકારની સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નવા સંસદનું નિર્માંણ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું ડીઝાઈન અને મેનેજમેન્ટનું કામ, અમદાવાદની જાણીતી HCP DESIGNને સોપવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટનું સંચાલન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમની ગાઈડલાઈન મુજબ ડૉ. બિમલ પટેલ કરી રહ્યા છે. સરકારના જણાવ્યાનુસાર, નવા સંસદ ભવન, નોર્થ પોલ અને સાઉથ પોલમાં આવેલી તમામ ઓફિસોનું કામ 2022સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે. જોકે, સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવતા કામો 2024 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટનું કામ સંસદનું શિયાળું સત્ર પૂર્ણ થાય તરત જ શરુ કરવામાં આવશે. બીડમાં જણાવ્યાનુસાર, 21 મહિનામાં જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હોવાથી, આ કાર્ય ખૂબ જ મહત્વનું અને પડકારરુપ છે. જેથી, જે કંપનીઓને કામ મળે, તેની કંસ્ટ્રક્શન કૉવાલીટી અને વર્કમેનશીપ સંપૂર્ણપણે જોવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટ માટે કુલ લેબર્સમાંથી 50 ટકા સ્કિલ્ડ લેબર્સ જરુરી છે. કારણ કે, સ્ટોન મેસેનરી, કાર્વિંગ, ફર્નિચર જેવી સ્કિલ્ડ વર્ક છે.

કેન્દ્ર સરકાર તરફથી કંસ્ટ્રક્શન કંપનીને લેબર્સ કોલોની માટે જમીન ફાળવશે. ત્રણ શિફ્ટમાં કામનું નિરીક્ષણ કરવામાં આવશે. લેબર્સને કોલોનીથી સાઈટ પર લાવવાની જવાબદારી કંસ્ટ્રક્શન કંપનીની રહેશે.

ધ સેન્ટ્રરલ પબ્લિક વકર્સ ડીપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, નવા પાર્લામેન્ટ અને સેન્ટ્રરલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માંણ માટે કુલ સાત કંસ્ટ્રક્શન કંપનીઓની પ્રી-બિડિંગ કરવામાં આવ્યું છે. જેમાં દેશની જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતની જાણીતી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ પાસેથી, સંસદભવનને ટ્રાયએંગલ શેપમાં બનાવવાની વાત કરી છે. જેનો બિલ્ટ અપ એરિયા 60 હજાર સ્કેવર મીટર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close