Elevators/EscalatorsPRODUCTS

Vocal to Global – જાણીએ ગુજરાતની જાણીતી એલિવેટર્સ કંપની Orbis Elevatorsની લેટેસ્ટ ટેક્નોલાજી

ગ્રુપ કંટ્રોલ સિસ્ટમ

એક જ પ્રોજેક્ટમાં ટ્રાફિક એનાલિલિસ કરી, તેનો મિનિમમ્ વીજ વપરાશ અને વધુ પેસેન્જરોને આવન-જાવન પુરી પાડવા લિફ્ટના જુદા જુદા કન્ટ્રોલરોને સોફ્ટવેર દ્વારા જોડી ગ્રુપ કંટ્રોલ સિસ્ટમ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી વધારે બિલ્ડિંગો અથવા બે કરતાં વધુ લિફ્ટોમાં પ્રસ્થાપિત કરાય છે. Orbis Elevators આ પ્રકારની સિસ્ટમથી લિફ્ટો લગાવવાની કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. આ સિસ્ટમ દ્વારા બે કરતાં વધારે લિફ્ટના કોમન બટનથી ઉપર તરફ જવા માટે નજીકના અંતર પર રહેલી લિફ્ટ પેસેન્જરને એટેન્ડ કરશે. તેવી જ રીતે નીચે જવા માટે નજીકના અંતરમા રહેલી લિફ્ટ એટેન્ડ કરશે. આ સિસ્ટમથી પેસેન્જરનો સમય અને લિફ્ટનો પાવર બન્નેની બચત થશે. આ પ્રકારની કંટ્રોલ સિસ્ટમવાળી લિફ્ટોમાં વપરાતા મેઈન મશીન, ગિયરલેસ અને આંતરરષ્ટ્રીય કક્ષાની ડીઝાઈનિંગ હોવાથી સમગ્ર લિફ્ટનો પાવર સેવિંગ થાય છે.

રીજનરેટીવ ડ્રાઈવ સિસ્ટમ

સર્વે મુજબ, આ સિસ્ટમમાં લિફ્ટ ટોટલ બિલ્ડિંગના પાવરમાંથી 2 થી 10 ટકા જ પાવર કન્ઝયૂમ કરે છે. આજના યુગમાં ગ્રીન બિલ્ડિંગનું મહત્વ વધી રહ્યું છે, જેથી, રીજનરેટીવ ડ્રાઈવ ગ્રીન બિલ્ડિંગ માટે મહત્વની સાબિત થઈ શકે છે. રીજનરાટીવ ડ્રાઈવ ખાસ કરીને કોર્મશિયલ તથા પબ્લિક બિલ્ડિંગોની લિફ્ટોમાં લગાવવામાં આવવાથી ફાયદાકારક સાબિત થાય છે. આ સિસ્ટમ દ્વારા 15 થી 35 ટકા જેટલી વીજળી રીજનરેટ કરી શકાય છે, જે વીજળીને બિલ્ડિંગની ગ્રીડ દ્વારા પાછી મોકલીને બિલ્ડિંગના અન્ય વીજઉપકણોમાં ઉપયોગ કરી શકાય છે. ઓરબીસ પણ પોતાના ક્લાઈન્ટસ્, પાવર સેવિંગ કરી શકે, તે માટે રીજનરેટીવ ડ્રાઈવ સિસ્ટમ ધરાવતી એલિવેટરનું ઉત્પાદન કરે છે.

ડાયરેક્ટ ડીસ્પેચ ડેસ્ટિનેશન સિસ્ટમ

આજના સમયમાં બહુમાળી બિલ્ડિંગોની સંખ્યા વધતી જાય છે. જ્યાં લિફ્ટનો મહતમ ઉપયાગ અને ટ્રાફિક કંટ્રોલ થઈ શકે તે માટે ડાયરેક્ટ ડીસ્પેચ ડેસ્ટિનેશન સિસ્ટમ(Direct Dispatch Destination System)નો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ ટેક્નોલોજીમાં ગ્રાઉન્ડ પર ઉભેલા વ્યક્તિને ડિસ્પ્લેમાં સૌપ્રથમ જે તે માળનો નંબર ટાઈપ કરવાનો રહે છે અને ડીસ્પેચ સિસ્ટમ દ્વારા વોઈસ તથા લિફ્ટ નંબર ડીસ્પ્લેમાં દર્શાવવામાં આવે છે.

જેથી, ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પેસેન્જરોને આસાનીથી ખબર પડે કે, તેમને કઈ લિફ્ટમાં જવું. આ સિસ્ટમથી બહુમાળી બિલ્ડિંગમાં ટ્રાફિકનું નિયમન તથા સમયનો બચાવ થાય છે. 30થી વધારે માળ ધરાવતી બહુમાળી બિલ્ડિંગોમાં આ ટેક્નોલોજીનો ઉપયાગ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close