મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે એક જ દિવસમાં સાત ટીપી સ્કીમને મંજૂરી આપી છે. આ સાત ટીપી સ્કીમમાં 3 ડ્રાફ્ટ ટીપી, 2 પ્રીલીમીનરી અને 2 ફાઈનલ ટીપી સ્કીમનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ઔડાની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર-430 વિસલપુર, ટીપી સ્કીમ નંબર- 436 વિસલપુર-નવાપુર-સનાથલ અને ભાવનગરમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર-16નો સમાવેશ થાય છે આમ કુલ ત્રણ ડ્રાફ્ટ સ્કીમોને મંજૂરી આપી છે. જ્યારે, પ્રિલિમનરી ટીપી સ્કીમમાં અમદાવાદની પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર-1 (મેમનગર) અને ટીપી સ્કીમ નંબર-47(મોટેરા-કોટેશ્વર)ને મંજૂર કરવામાં આવી છે. અન્ય બે ફાઈનલ ટીપી સ્કીમમાં ગુડા વિસ્તારમાં આવતા અડાલજમાં ટીપી નંબર-1/A અને રાજકોટમાં ટીપી નંબર-9 નો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- સીએમઓ-ગુજરાત
6 Comments