InfrastructureNEWS
સુરત-અબ્રામા-વાલકને જોડતા ફ્લાય ઓવર માટે સરકારે રુ.100 કરોડ કર્યાં મંજૂર
Flyover Bridge to be constructed over the Tapi River in Surat
સુરત શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવાના ઉદેશ સાથે સુરત મહાપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર, અબ્રામા-વાલકને જોડતા ફલાય ઓવરના નિર્માંણ માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ રુપિયા 100 કરોડ મંજૂર કર્યો છે.
આ બ્રીજના નિર્માંણથી સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ તરફ અને ઉત્તર તરફના વિસ્તારને એક મહત્વની ક્નેકટીવીટીના પ્રાપ્ત થશે અને શહેરના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. તેમજ મુંબઈ તરફથી નેશનલ હાઈવે-પલસાણા બાજુથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા સિવાય વરિયાવ-ગોથાણ-સાયણ તરફ જઈ શકશે.
નોંધનીય છેકે, કુલ 66.77 કિલોમીટર લંબાઈ અને 90 મીટરની પહોળાઈ આઉટર રીંગ રોડ બનાવવાનું આયોજન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
સૌજન્ય- સીએમઓ ગુજરાત
11 Comments