Big StoryNEWS

બિનજરુરી લીટીગેશન નિવારવા મુખ્યમંત્રી વિજય રુપાણીનો સરળીકરણનો નિર્ણય

Land Act Reform in Gujarat

મહેસૂલ સંબંધી જમીન તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાત અધિકારી સ્તરે કરવા અંગે સરકારે સૈદ્વાંતિક મંજુરી આપી છે. અગાઉ આવ તકરારી નોંધ જમીન મહેસુલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસુલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાએ કરવાનો નિર્ણય અપનાવ્યો છે. મહેસુલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડી દીધું છે. જે આખરી થયા બાદ રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ કરાશે. આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઈ શકશે અને બિનજરુરી લિટીગેશન નિવારી શકાશે.


મહેસૂલની નિયત પ્રક્રિયા મુજબ હક્ક પત્રક એટલે ગામ નમૂના નંબર 6 જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય પ્રમાણિત અથવા નામંજૂર કરવાની સત્તા નાયબ મામલતદારની છે. અનેકવાર વિવિધ કારણોસર હક્ક પત્રકની નોંધની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકાર તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવાતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઈ જાય છે. આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close