Big StoryGovernmentNEWS

ગુજરાત બજેટ :ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું નિવાસસ્થાન બનશે, ગુજરાતમાં 150 વધુ 108 એમ્બ્યુલન્સ આવશે

  • સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ
  • મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે સરકારની આવકમાં માતબર ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ મને સહયોગ આપ્યો છે. પીએમ મોદીએ રસી લઈને દેશવાસીઓને પ્રેરણા આપી છે.

વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ

* ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે

* આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે

* નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

* નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે

* સિરામીક હબ:મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે

* રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

* રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

* જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન

* રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાસે

* કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

* અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ

* ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ

* 2021-22નું 587 કરોડનું પુરાંતવાળું બજેટ

* ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ

* ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

* વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના

* અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે

* કોરોનાના કારણે સરકારની આવક 40 ટકા ઘટી

* ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ

* ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ

* માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ

* ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

* અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

* ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

* સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

* નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

* આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

* ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

* શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ

આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ બહાર પાડવામાં આવશે.

ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું
મને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું. નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.

આ વખતે પેપરલેસ બજેટ રજૂ થશે
કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જોકે ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો એની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.

બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બની
ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે એ માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 3 માર્ચે એટલે કે આજે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે આ એપ્લિકેશનમાં નાણામંત્રીનું બજેટ પ્રવચન લાઇવ નિહાળી શકાશે. તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લાં 5 વર્ષનાં બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે.

વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની પહેલના ભાગરૂપે પ્રથમ તબક્કે બજેટ પ્રવચન મોબાઇલ એપ્લિકેશન મારફત લાઇવ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મંજૂરી બાદ એપ્લિકેશન તૈયાર કરાઈ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close