કંસ્ટ્રક્શન કે વિકાસના કામો દરમિયાન કપાતાં વૃક્ષોને, ટ્રી ટ્રાન્સપ્લાન્ટર યંત્ર વડે કરો રીલોકેટ
જીવસૃષ્ટિ પર મનુષ્યનું જીવન વૃક્ષો પર આધારિત છે. જેથી, વિકાસની સાથે પર્યાવરણીય સંતુલનની જાળવણી તેમજ સંવર્ધન રાખવું એ આપણી નાગરિકત્વની ફરજ છે. ઘણીવાર સરકાર અથવા તો, નોડલ એજન્સીઓ દ્વારા કંસ્ટ્રક્શન કે માળખાકીય વિકાસનાં કામો જેવાં કે, બ્રીજ, હાઈવે તેમજ સરકારી પ્રોજેક્ટના નિર્માંણ દરમિયાન વૃક્ષોને કાપવા પડતાં હોય છે. ત્યારે, આવા વૃક્ષોને કાપવાને બદલે રીલોકેટ કરાય તો તે જનહિતાય છે.
આ સમયે આપણે ટ્રી રીન્સપ્લાન્ટર યંત્ર દ્વારા મોટા વૃક્ષોને તેનાં મૂળ સાથે જ અન્ય જગ્યાએ રોપવામાં આવે છે. આવા એક યંત્રનું લોકાર્પણ વન મંત્રી ગણપણભાઈ વસાવાએ ગાંધીનગરના પુનિતવનમાં કર્યું હતું. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિકાસ અને માળખાકીય વિકાસના દરમિયાન થતાં વૃક્ષછેદનને અટકાવવા માટે આ યંત્ર ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવનો કાર્યક્રમ યોજીને 10 કરોડથી વધુ રોપાઓનું વિતકરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 2137 વૃક્ષોનું રીટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
સૌજન્ય- માહિતી વિભાગ, ગુજરાત સરકાર
11 Comments