જાણો, કેવો બની રહ્યો છેકે, વૈષ્ણોદેવી સર્કલ પર થ્રી લેયર બ્રીજ ?
જ્યારે આપ ગાંધીનગર તરફ જતા હોય ત્યારે, વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માંણ પામી રહેલા બ્રીજ પર કેટલા સવાલો ઉત્પન્ન થતા હશે. જેવા કે, આ બ્રીજ કેવો બનશે અને કેટલો લાંબો બનશે. આ બધા સવાલના જવાબ, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન આપના માટે લઈને આવ્યું છે.
વૈષ્ણોદેવી સર્કલ પર નિર્માંણ પામી રહેલા બ્રીજનું નામ હાલ પુરતું વૈષ્ણોદેવી દેવી ફ્લાયઓવર બ્રીજ છે. આ બ્રીજ ગાંધીનગર-સરખેજ હાઈવે પર નિર્માંણ પામી રહ્યો છે. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા નિર્માંણ પામી રહ્યો છે. આ બ્રીજનું નિર્માંણકાર્ય કરતી આશિષ ઈન્ફ્રાકોનના મેનેજિંગ ડીરેક્ટર આશિષ પટેલ જણાવી રહ્યા છેકે, આ બ્રીજનું નિર્માંણકાર્ય આશિષ ઈન્ફ્રાકોન અને નટરાજ ઈન્ફ્રાસ્પેસ જોઈન્ટ વેન્ચરમાં કરી રહ્યા છે. આ બ્રીજની માત્ર સ્પન મુજબની લંબાઈ કુલ 120 મીટર છે. જેમાં ત્રણ સ્પન આવે છે. એક સેન્ટર સ્પનની લંબાઈ 50 મીટર, અન્ય બે એડજોઈનિંગ સ્પનની લંબાઈ 35 મીટર છે. કુલ મળીને, 120 મીટરની લંબાઈ ધરાવતો બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. જ્યારે બ્રીજની પહોળાઈ 28 મીટર છે. અંદાજિત બે વર્ષમાં આ બ્રીજનું નિર્માંણકાર્ય પૂર્ણ થશે.
આ બ્રીજ કુલ ત્રણ લેયર સ્ટ્રક્ચરમાં બની રહ્યો છે. એક ફ્લાયર ઓવર, બે ફ્લાયર ઓવર બ્રીજની નીચેનું લેયર અને ત્રણ અંડરપાસ બ્રીજ, જે સરદાર પટેલ રીંગ રોડ અંતર્ગત આવે છે. ઔડા દ્વારા નિર્માંણ પામી રહેલો અંડરપાસ બ્રીજની લંબાઈ 70 મીટર અને પહોળાઈ 25 મીટરની છે.
નિર્માણકર્તા કંપનીના જણાવ્યાનુસાર, ફ્લાયર ઓવર પરથી 30 ટકા ટ્રાફિક પસાર થશે અને બાકીનો અંડરપાસ બ્રીજ અને ટર્નિંગ ટ્રાફિક દ્વારા ટ્રાફિક પસાર થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments