Gujarat SpecialNEWS

ઉમિયાધામમાં 3000 વૃક્ષોનું, બનશે વિશ્વનું સૌથી મોટું ટ્રી મ્યુઝિયમ

વિશ્વભમાં પર્યાવરણને લઈને વિશ્વ આખું ચિંતાશીલ છે અને પર્યાવરણનું જતન કરવા વિશ્વભરના પર્યાવરણવિદો અનેક પ્રકારના પર્યોગો અને અભિયાનો ચલાવે છે. છતાં. પર્યાવરણનું જતન કરવામાં આપણે સંપૂર્ણ સફર થયા નથી. આ સ્થિતિમાં અમદાવાદ ના જાસપુરમાં 100 વિઘા જમીનમાં નિર્માંણ પામી રહેલા ઉમિયાધામમાં 3000 વૃક્ષોને વાવવામાં આવશે. ઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના દર્શનાર્થીઓને આ વૃક્ષોની માહિતી આપવામાં આવશે.

એસ.જી.હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપૂર ખાતે 100 વિઘા જમીનમાં રુ.1000 કરોડમાં ઉમિયાધામ નિર્માંણ પામી રહ્યુ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આર.પી.પટેલ જણાવ્યું છેકે, ગુજરાત સરકારના સહયોગથી અમે આ ટ્રી મ્યુઝિયમ નિર્માંણ કરવા જઈ રહ્યા છીએ. જેમાં 3000 પ્રકારના વૃક્ષો જોવા મળશે. આ રીતે આ ટ્રી મ્યુઝિયમ વિશ્વનુ સૌથી મોટું બનશે અને વિશ્વસ્તરે નામના મેળવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close