ઘરનું ઘર ખરીદવા માટેનો ઉત્તમ સમય- રોનિલ શાહ, ડાયરેક્ટર, HR SPACE LLP
મધ્ય અમદાવાદ અને તેની આસપાસના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર કેવી માંગ છે અને શું સ્થિતિ તે જાણવા માટે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, ખાસ કરીને, મીઠાખળી, મકરબા, પાલડી અને મીઠાખળીના આસપાસના વિસ્તારોમાં લક્ઝુરિયસ અને અર્ફોડેબલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માંણકર્તા HR SPACE LLPના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ માંગમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, જૂન મહિનાથી, ઈક્વાયરીઓમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.
હાલના માર્કેટમાં ગ્રાહક નિર્ણય લઈ શકતો નથી. તેને કારણે, હાલ માર્કેટમાં ઈક્વાયરીઓ તો આવે છે પરંતુ, તેનો કન્વર્ઝેશન રેશિયો ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. કેશ રોટેશન ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે જેથી, માર્કેટ ધીમું ચાલે છે.
કમર્શિયલ માર્કેટ તો, હાલ ધીમું ચાલી રહ્યું છે. જેથી, જ્યાં સુધી જૂની ઈન્વેટરી પુરી ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ અંગે હાલ વિચારવું ખરેખર જોખમકારક લાગી રહ્યું છે. પરંતુ, હાલ ગ્રાહકો માટે પ્રોપર્ટી કે રોકાણ કરવા માટેનો ઉત્તમ સમય છે.
રેરા ઓથોરીટી દ્વારા જે રેરા પોર્ટલ 2.0નું અમલીકરણ અંગે રોનિલ શાહે જણાવ્યું કે, રેરા ઓથોરીટીએ હાલની માર્કેટની સ્થિતિને જોઈને પગલાં લેવા જોઈએ જેથી, માર્કેટ પર કોઈ માઠી અસર ન પડે. અને લોકકલ્યાણના હિતમાં પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments