શું આપે ફ્લાય ઓવર બ્રીજ પર કાર કે ટુ વ્હીલર ચલાવતા દરમ્યાન ધડમ ધડમ અવાજને અનુભવ્યો છે ?
શું આપે ફ્લાય ઓવર બ્રીજ પર કાર કે ટુ વ્હીલર ચલાવતા દરમ્યાન ધડમ ધડમ અવાજને અનુભવ્યો છે ? અને આપ હેરાન પણ થતા હશો. ત્યારે આવું શા માટે ? અહીં જાણો. બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, બ્રીજ નિર્માંણકર્તા અનંતા પ્રોકોન કંપનીના ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બ્રીજ ઉપર ટ્રાફીક ચાલુ હોય ત્યારે બ્રીજના વાયા ડકના સ્લેબ માં એકસ્પાશન/શ્રીન્કેજ થતુ હોય છે માટે સ્લેબ ના જોઇન્ટ માં ડિઝાઈન મુજબ ટ્રીપ સીલ જેવા જોઈન્ટ લગાવવામાં આવે છે. જેની પહોળાઇ બ્રીજ ના સ્લેબ જેટલી જ હોય છે.બન્ને સ્લેબ વચ્ચે ની ગેપ માં તેને ખૂબ જ તકનીકી સાધનોની સહાય થી લેવલ ચેક કરી ને કાળજી પૂવઁક જોઈન્ટ ફીટ કરવામાં આવે છે. પરંતુ,આ જોઈન્ટના કામ દરમિયાન કારીગર દ્વારા ઘણીવાર ખામી રહી જતી હોય છે. અથવા તો, નિરીક્ષણ નો અભાવ જોવા મળે છે. તેને લીધે,આ સમસ્યા સર્જાઈ શકે છે. પરંતુ, આ ખામીને સરળતાથી દૂર કરી શકાય છે. જો સામાન્ય ધ્યાન તે દરમ્યાન રાખવામાં આવે તો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments