માળખાકીય અને શહેરીકરણના ભોગે આપણે, આપણા જીવ સમા વૃક્ષોનું નિકંદત કાઢતાં થોડો પણ વિચાર કરતા નથી. પરીણામે આજે માણસ તેનાં પરીણામો ભોગવી જ રહ્યો છે. પરંતુ હજુય આવનારા સમયમાં વધુ કપરી અને વીકટ પરિસ્થિતિ જોવી ન પડે માટે આજથી વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનું શરુ કરી દો.
આજના આરસીસીના જંગલોની વચ્ચે આપણને રીયલ જંગલ જોવા મળે તો, તરત જ આપણે બોલી ઉઠીએ છીએ શું ગ્રીનરી છે ? બસ આ જ આનંદ કાયમી ટકી રહે તે માટે આપણે સૌએ, વૃક્ષ વાવવાની જવાબદારી જરુર લાગી રહી છે. શહેરીકરણ સાથે વનીકરણ પણ એટલું જ જરુરી છે. શહેરી વિસ્તારમાં આર્કીટેક્ટ કોઈ માટા માણસના બંગ્લોજની ડીઝાઈન કરે ત્યારે તેમાં ખાસ, વોટર બોડી અને વૃક્ષોની વનરોજી તો ચોક્કસ રાખે છે. તો અહીં શા માટે ? કારણ કે, તેમને ગ્રીનરી જોઈએ છે. આવી જ ગ્રીનરી સૌ કોઈને જોઈએ છે.
ટીમ બિલ્ટ ઈન્ડીયા
5 Comments