
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસ.પી રીંગ રોડની અડીને, લુલુ ગ્રુપનો ભારતનો સૌથી મોટો મોલ નિર્માણ પામવા જઈ રહ્યો છે, જેની એક્ચ્યૂઅલ સાઈટ છે. લુલુ ગ્રુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી ₹519.41 કરોડમાં એક પ્રીમિયમ પ્લોટ ખરીદ્યા હતો. આ મોલનું નિર્માણ કાર્ય અંદાજે બે અથવા ત્રણ મહિનામાં થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, હાલની આસપાસના રોડ નિર્માણ પામી રહ્યા છે. એક બાજુ એસ.પી. રીંગ રોડ, બીજી સાઈટ, 100 ફૂટ રોડ નિર્માણ પામી રહ્યા છે. આ મોલ આવવવાથી ચાંદખેડા અને તેની આસપાસના વિસ્તારોમાં રોજગાર મોટાપાયે મળશે.

અમદાવાદ શહેરનો અત્યાર સુધીનો સૌથી મોટો જમીન સોદો છે. આ ભવ્ય મોલમાં 300થી વધુ બ્રાન્ડ્સ, 15 સ્ક્રીનનું IMAX મલ્ટિપ્લેક્સ અને ભારતનું સૌથી મોટું બાળકો માટેનું મનોરંજન કેન્દ્ર હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



