Gujarat Special

વિશ્વવિખ્યાત-વિરાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા,એકતાના આર્કીટેક્ટ સરદાર સાહેબને સમર્પિત

Wolrld's Tallest Statue, Statue of Unity

સરદારનું વિરાટ અને વિશ્વ વિખ્યાત સ્મારક સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના નર્મદા નદી કાંઠે આવેલું છે. સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે. સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ Rs. ૩,૦૦૧ કરોડ (યુ.એસ. $ ૪૧૭.૫૮ મિલિયન) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે Rs. ૨,૯૮૯ કરોડ (યુ.એસ. $ ૪૧૫.૯૧ મિલિયન) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More
Back to top button
Close