મહેસાણા રીંગ રોડ અને તેની આસપાસ પરની જમીનના ભાવ આસમાને – પ્રવિણ પટેલ
Impact on Land Price during covid-19
ઉત્તર ગુજરાતનું ઔદ્યોગિક હબ મહેસાણા શહેરમાં રીયલ એસ્ટેટ માર્કેટ પર કોરોનાની શું અસર પડી છે. તે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ, મહેસાણાના રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અમદાવાદમાં પાર્થ રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર પ્રવિણ પટેલ સાથે મુલાકાત કરી હતી. કે જેઓ અમદાવાદ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે છેલ્લા બે દાયકાથી સક્રિય રીતે કાર્યરત છે. તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા શહેર અને તેની આસપાસના ડેવલપમેન્ટને લીધે, હાલ મહેસાણામાં માળખાકીય સુવિદ્યાઓ અને ઔદ્યોગિક વિકાસ સારો થઈ રહ્યો છે. જેના લીધે, મહેસાણા રીંગ રોડ ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેથી, રીંગ રોડ પરની જમીનો અને તેની આસપાસ ગામોની જમીનનો ભાવ આસમાને છે. એટલે કે, મહેસાણા રીંગ રોડ પરની જમીનોના ભાવ અમદાવાદના એસ.પી. રીંગ રોડની તુલનાએ આવી ગયા છે. પાંચોટથી મહેસાણા રોડ પર એક વીઘાના 15 કરોડ ચાલી રહ્યા છે.બસ આ પરથી આપણે કહી શકીએ કે, મહેસાણાનું લેન્ડ માર્કેટ તેજીમાં છે.
મહેસાણામાં લેન્ડ માર્કેટ અંગે આપનો શું મત છે ?
હાલ મહેસાણા રીંગ પર જમીનના ભાવની વાત કરીએ તો, પાંચોટ રીંગ રોડથી રામોસણા સર્કલ સુધીના પટ્ટા પર વીધાના અઢી કરોડનો ભાવ ચાલી રહ્યો છે. તો, પાંચોટ ચોકડી પર 7 કરોડ રુપિયાનો જમીનનો ભાવ બોલાય છે. મહેસાણાના પાંચોટ રીંગ ચોકડીનો જમીનનો ભાવ અમદાવાદ સીટીના પોશ વિસ્તારની જમીનના ભાવ તુલનાએ કહી શકાય.તો વળી, ચાણસ્માથી મહેસાણા રોડ પર જમીનનો ભાવ એક વીઘાનો 15 કરોડ રુપિયા ચાલી રહ્યો છે. તો, મહેસાણામાં ગ્રીન ઝોનમાં જમીનના ભાવ સર્વે નંબર 50 લાખથી 60 લાખ સુધી ચાલી રહ્યા છે. તો, ઘણી જમીનો 30-35 લાખના ભાવે મળી શકે.
કોરોના બાદ, મહેસાણા રીયલ એસ્ટેટ માર્કેટમાં શું સ્થિતિ જોવા મળી રહી છે ?
મહેસાણામાં રીંગની આસપાસના એરિયામાં જમીનના ભાવ તો સારા ચાલી રહ્યા છે, પરંતુ, કોરોના દરમિયાન જમીનના કોઈ સોદા થયા નથી. તેમજ કમર્શિયલ સેગમેન્ટમાં પણ કોઈ લેવાલી જોવા મળતી નથી.
આપના મતે, અમદાવાદનું લેન્ડ માર્કેટ કેવું છે ?
માર્કેટ સર્વે મુજબ, હાલ અમદાવાદમાં કેટલાક વિસ્તારો રીયલ એસ્ટેટ માર્કેટ માટે સર્વોચ્ચ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. જેમ કે, વૈષ્ણોદેવી સર્કલ અને તેની બાજુ સરદારધામ અને ઉમિયાધામ આ બંને પોકેટમાં સારામાં સારો ડેવલપ થશે. પરંતુ, હાલ અહીં જમીનોના ભાવ ખૂબ ઊંચા ચાલી રહ્યા છે. આ ઉપરાંત,ઓગણજ, શીલજ અને બોપલ આ ત્રણેય વિસ્તારો, આવનારા પાંચ વર્ષ માટે રીયલ એસ્ટેટ માર્કેટ માટે ઉત્તમ ગણવામાં આવી રહ્યા છે. તેમજ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઓઢવ-નિકોલ રોડ પર જમીનના ઊંચા ચાલી રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં સારો માળખાકીય વિકાસ અને ટીપીઓ પણ ખુલી ગઈ છે. જેને લીધે, આવનારા દિવસોમાં વૈષ્ણોદેવી સર્કલ અને ઉમિયાધામ અને તેની આસપાસનો એરિયા બિલ્ડર્સ માટે એક નવું ડેસ્ટિનેશન બની ગયું છે. જે આવનારા એક દાયકા માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments