હરિયાણામાં 20,000 કરોડના ખર્ચે નિર્માણ પામશે 11 હાઈવે પ્રોજેક્ટ- નીતિન ગડકરી- કેન્દ્રીય પ્રધાન
હરિયાણામાં કેન્દ્ર સરકારે 20,000 કરોડના ખર્ચે કુલ 11 હાઈવે પ્રોજેક્ટને નિર્માંણ કરવાનો પાયો નાખ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ, આ પ્રોજેક્ટનું વચ્યૂઅલ વેબીનાર દ્વારા શુભાંરભ કર્યો હતો.તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર હરિયાણામાં બે લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટ નિર્માંણ કરશે.
હરિયાણામાં નિર્માંણ પામવા જઈ રહેલા 11 હાઈવે પ્રોજેક્ટ કુલ 669 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ તમામ પ્રોજેક્ટ હરિયાણા રાજ્યના નવા આર્થિક વિકાસનો એક ભાગ છે. હરિયાણામાં હાલ ચાર હાઈવે પ્રોજેક્ટ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં એક જિન્દ-ગોહાના-સોનીપત અને ઉત્તરપ્રદેશ-હરિયાણા બોર્ડર- રોહના-ઝાજારનો સમાવેશ થાય છે.
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સુખબીરસિંહ સંધે, હરિયાણામાં ચાલતા પ્રોજેક્ટની માહિતી આપતાં જણાવ્યું હતું કે, બે પ્રોજેક્ટ ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ છે. જેમાં એક 304 કિલોમીટરની લંબાઈ ધરાવતો અંબાલા-કોટપુતલી અને બીજો 132 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગુરુગ્રામ રેવારી-નારનૌલ- રાજેસ્થાન બોર્ડર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, 2014માં હરિયાણામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ કુલ 2050 કિલોમીટરની લંબાઈ ધરાવતા હતા, જે હવે 3237 કિલોમીટરનો થયો છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો દેશમાં ઈથેનોલ ઈંધણ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મુખ્ય ભુમિકા ભજવશે. અને તેનું 1 લાખ કરોડનું માર્કેટ બનાવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકાર દેશમાં સ્વચ્છ ઈંધણ(ઈથેનોલ ફ્યૂઅલ)ને અપનાવવા માટે ક્રાંતિકારી પગલાં લઈ રહી છે. જે માટે રાજ્ય સરાકારોએ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments