રાયસણ અને પીડીપીયુ રોડ એટલે વર્ટીકલ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું બેસ્ટ ડેસ્ટિનેશન-વિનાયક ગ્રુપ
Skydeck, Vinayak Group, Gandhinagar
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન, કોરોનાની સ્થિતિ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદ શહેરના ગ્રોઈંગ એરિયા અંગે કેટલીક વિશિષ્ટતાઓ અને તે વિસ્તારોમાં થતા વિકાસ અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગરમાં હાલના સમયમાં ટોક ઓફ ધ ટાઉન રાયસણ વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ત્યાં વહી રહેલી જ્ઞાનની ગંગા સમા નોલેજ કોરીડોર અંગેની કેટલીક વાતો જાણવા માટે બિલ્ટ ઈન્ડિયાના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ, વિનાયક ગ્રુપના ડાયરેક્ટર જય પુરોહિત સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાયસણ અને પીડીપીયુ રોડ પર જે ડેવલપ થઈ રહ્યો છે, તે જોતાં, હાલ અમદાવાદ અને ગાંધીનગરના ડેવલપર્સ અહીં કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મૂકવા આતુર છે.
વિનાયક ગ્રુપ રાયસણના વિકાસની સાક્ષી છે, તો રાયસણ અને PDPU Roadના ડેવલપમેન્ટ અંગે આપ શું માનો છો ?
2007માં રાયસણ વિસ્તારમાં PDPU યુનિવર્સીટીની સ્થાપનાથી આજસુધીમાં અહીં, ખૂબ સારો વિકાસ થયો છે. આ વિસ્તારનો માળખાકીય વિકાસ, PDPU યુનિવર્સીટી અને GIFT CITYને આભારી છે. રાયસણમાં દેશની પ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સીટીને અડીને 260 ફૂટ પહોળો રોડ ડેવલપ થઈ રહ્યો છે. કે જે, કોબા હાઈવે (ભાઈજીપુરા ચોકડી)થી ગિફ્ટ સીટી સુધી લંબાય છે. આ વિસ્તારમાં પીડીપીયુ, ગુજરાત લૉ યુનિવર્સીટી, ડીઝાસ્ટાર મેનેજમેન્ટ, સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ જેવી સંસ્થાઓ આવેલી છે. જેથી, અહીં દર વર્ષે મોટા કાર્યક્રમોનું આયોજન અને પીડીપીયુના પદવીદાન સમોરાહ દરમિયાન દેશ-વિદેશની હસ્તીઓ અહીં આવે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અને તેમના દીકરા સાથે અહીં રહે છે, જેથી, વડાપ્રધાન પણ વર્ષમાં એ કે બે વાર મુલાકાત કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દેશના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી પણ વર્ષ દરમિયાન મુલાકાત કરે છે.જેથી આવનારા સમયમાં લોકો રાયસણ વિસ્તારને વીવીઆઈપી એરિયા કહે તો નવાઈ નહીં.
પીડીપીયુ રોડ અને રાયસણ વિસ્તારોમાં વર્ટીકલ ડેવલપમેન્ટ અંગે શું મત છે ?
260 ફૂટ પહોળા પીડીપીયુ રોડના વધતાં મહત્વને લીધે, હવે અમદાવાદ અને ગાંધીનગરના ટોપ ડેવલપર્સ પણ રાયસણ અને પીડીપીયુ રોડ પર પ્રોજેક્ટ નિર્માંણ કરવા આતુર છે. છેલ્લા પાંચ વર્ષમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ મળીને કુલ 100 પ્રોજેક્ટ નિર્માંણ થયા છે. 25 જેટલા હાલ નિર્માંણધીન પ્રોજેક્ટ છે. રાયસણ વિસ્તારમાં પહેલાં, 1.2ની FSI હતી, જે હવે 4 ની FSI મળે છે. જોકે,તેમાં કેટલાક ઝોન મુજબ ફેરફાર થઈ શકે છે. જેને લીધે, આવનારા દિવસોમાં અહીં બહુમાળી રેસિડેન્શિયલ અને કમર્શિયલ ટાવરો નિર્માંણ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
Quando tiver dúvidas sobre as atividades de seus filhos ou a segurança de seus pais, você pode hackear seus telefones Android em seu computador ou dispositivo móvel para garantir a segurança deles. Ninguém pode monitorar o tempo todo, mas há um software espião profissional que pode monitorar secretamente as atividades dos telefones Android sem alertá-los.
Ao tentar espionar o telefone de alguém, você precisa garantir que o software não seja encontrado por eles depois de instalado.