અમદાવાદ-ગાંધીનગરમાં ટોપ હોસ્પિટાલિટી બ્રાંડની 5 નવી પ્રીમિયમ લક્ઝરી હોટેલ બનવાની અપેક્ષા
Ahmedabad-Gandhinagar Expected to Build 5 New Premium Luxury Hotels of Top Hospitality Brands
કોરોનાકાળના કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં થોડી મંદી જોવા મળી હતી. પણ હવે આ ક્ષેત્રોમાં રોકાણ પાછુ પાટા પર આવતું જોવા મળી રહ્યું છે. ભારતની અગ્રણી અને વિદેશી હોસ્પિટાલિટી બ્રાંડ્સ અમદાવાદ અને ગાંધીનગર શહેરોની આસપાસના વિસ્તારોમાં પ્રવેશ કરી રહી છે. ટૂંક સમયમાં અમદાવાદ અને ગાંધીનગરની આસપાસમાં પાંચ નવી હોટલ (five new properties are expected) બનાવની અપેક્ષા છે. ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) બે નવી પ્રોપર્ટી સાથે આવે એવી શક્યતા છે. જેમાંથી એક અમદાવાદ અને બીજી ગાંધીનગરની બહાર બનાવની શક્યતા છે.
મેરિયોટ ઈન્ટરનેશનલની તૈયારીઓ
એવી જ રીતે મેરિયોટ ઈન્ટરનેશનલ પણ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર તેની નવી પ્રીમિયમ ક્લાસિક કેટેગરીની હોટલ શરુ કરવાની તૈયારીમાં છે. આ ગ્રૂપ દ્વારા મેનેજ કરવામાં આવનારી અન્ય પ્રીમિયમ પ્રોપર્ટી માટે એસજી હાઈવે પર જમીન સંપાદનનું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ITC હોટેલ્સ ITC ગ્રૂપનો એક ભાગ છે. જે અમદાવાદ શહેરના સેન્ટરમાં તેની પ્રીમિયમ લક્ઝરી હોટલ ખોલવાની જાહેરાત કરે એવી અપેક્ષા છે. આ હોટલના લોન્ચિંગથી અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે 700 રુમ ઉમેરાશે. જે બ્રાન્ડેડ લક્ઝરી હોટલોની હાલની 6000 હોટલ રૂમની યાદી છે.
મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષરની જાહેરાત
IHCL ગ્રૂપ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરના અંત સુધીમાં તેમની જ તાજ બ્રાંડ હેઠળ હાલની પ્રોપર્ટી હસ્તગત કરવા માટે તૈયાર છે. જે મહુડી રોડની બાજુમાં હશે અને તેને આરામ કરવા માટે અને કાયાકલ્પ સંબંધિત સુવિધાઓને ધ્યાનમાં રખીને વિકસાવવામાં આવી રહી છે, એવું ડેવલપમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું. આ ફર્મે ગયા વર્ષે એસજી હાઈવે પર અમદાવાદની હાલની હોટલ માટે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. વ્યાપક નવીનીકરણ પછી આ હોટલ IHCLની બ્રાંડ વિવાંતા હેઠળ સંચાલિત થશે. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, આ વર્ષે હોટલ કાર્યરત થવાની શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
2 Comments